– ૨૦૨૦-૨૧ માટે સરકારે ઉધારની મર્યાદા ૫૦ ટકા વધારી: સહાયતા માટે કરજનો ડુંગર ખડકાશે
દેશમાં કોરોનાવાયરસ નો એટેક ચાલી રહ્યો છે અને તાળાબંધી ત્રીજા તબક્કામાં ચાલી રહી છે ત્યારે ધંધા રોજગાર ઉધોગો બધં પડા છે અને એમને વધુ સહાય આપવા માટે કેન્દ્ર સરકાર કરજનો નો ડુંગર ઉભો કરશે.કેન્દ્ર સરકાર કુલ પિયા ૧૨ લાખ કરોડ ઉધાર લેશે અને આ માટે ૨૦૨૦ ૨૧ માટેના પોતાના ઉધારી ના હિસાબમાં સરકારે સુધારા વધારા કર્યા છે અને ઉધાર ની મર્યાદા ને ૫૦% થી વધુ કરી નાખી છે.
આ પહેલા સરકારે પોતાની ઉધારી નો હિસાબ પિયા૭.૮ લાખ કરોડ સુધી જ રાખ્યો હતો પરંતુ કોરોનાવાયરસ લીધે કેન્દ્ર સરકાર નો હિસાબ કિતાબ બગડી ગયો છે એટલા માટે ઉધારી ની મર્યાદામાં ૫૦ ટકા જેટલો વધારો કરી દેવાની ફરજ પડી છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની વેબસાઇટ પર મુકેલા અહેવાલમાં એમ જણાવ્યું છે કે કોરોના વાયરસ ને લીધે ઉધારીમાં વધારો કરવો જરી બની ગયો હતો.ઉધારી ના કાર્યક્રમ મુજબ કેન્દ્ર સરકાર ૧૧ મે થી ૩૦ સપ્ટેમ્બર ની વચ્ચે બજારમાંથી પિયા છ લાખ કરોડ ની ઉધારી કરશે.દરમિયાનમાં અલગ અલગ બેન્કોએ એમ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ઉધારીમાં ૫૦ ટકા જેટલો વધારો કરી રહી છે તો તેનો અર્થ એવો છે કે રાહત પેકેજો ની ઘોષણા ટૂંક સમયમાં ફરી થઇ શકે છે.
અલગ-અલગ રાયો વધુને વધુ પ્રોત્સાહન અને રાહત પેકેજો માગી રહ્યા છે અને પોતાના અર્થતંત્રને ઉભા કરવા માટે કેન્દ્ર સરકાર પાસે રોકડ સહાયતા પણ માગી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને ઉધારી વધારવા સિવાય તેમજ કરજ નો ડુંગર ખડકી દેવા સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો દેખાતો નથી.