આર્થિક સુસ્તી ને લઈને પહેલાથી લથડેલી ભારતીય અર્થવ્યવસ્થા કોરોના સંકટવચ્ચે ખરાબ સ્થિતિમાં છે.સ્થિતિ એવી છે કે કેન્દ્ર સરકાર સતત સરકારી ઉપક્રમોમાં પોતાની ભાગીદારી વેચવાની યોજનાઓ ઉપર કામ કરી રહી છે.આ ક્રમમાં ૨૭ જુલાઈ ૨૦૨૦થી નાણઆમંત્રી નિર્મલા સીતારમણએ એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે,કેન્દ્ર સરકાર ૨૩ સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યેા છે.જેને કેબિનેટમાંથી લીલીઝંડી મળી ગઈ છે.
નાણાંમત્રી નિર્મલા સીતારમણે જાહેરાત દરમિયાન એ ન્હોતું જણાવ્યું કે આ ખાનગીકરણના દારયામાં આવનારી ૨૩ સરકારી કંપનીઓ કઈ કઈ છે.હવે માહિતી અધિકાર અંતર્ગત આપેલી અરજીમાં જાણવા પ્રમાણે સરકાર ૨૩ નહીં પરંતુ ૨૬ જાહેરક્ષેત્રની કંપનીઓમાં પોતાની ભાગીદારી વેચી રહી છે.આરટીઆઈમાં આ કંપનીઓના નામ પણ પૂછવામાં આવ્યા હતા.જવાબમાં બધી ૨૬ કંપનીઓના નામની સાથે એ પણ જણાવ્યું હતું કે,વેચનારી ભાગીદારીની ટકાવારી બજાર પ્રમાણે નક્કી કરાશે.
આરટીઆઈમાં યુકો બેન્કને ખાનગીકરની યાદીમાં સામેલ કરવા અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.જેના જવાબમાં જાણવા મળ્યું હતું કે,આ અંગે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. સીતારમણે થોડા સમય પહેલા જણાવ્યું હતું કે,આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત કેન્દ્ર સરકારે બધા સેકટરોને ખાનગી ક્ષેત્ર માટે ખોલવાનો નિર્ણય કર્યેા છે.આ સાથે તેમણે કહ્યું હતું કે, અલગ-અલગ સેકટર્સ માટે ખાનગીકરણની નીતિ ઉપર અંતિમ નિર્ણય અત્યારે થયો નથી.


