કેન્સાસ સિટીના તબીબોએ રાત દિવસ એક કરીને બે દવાનું કોમ્બિનેશન શોધ્યું : Covid-19ની સારવાર માટે આશાનું કિરણ જન્મ્યું

HM News
2 Min Read

રાહતના સમાચાર : તબીબોએ શોધી કાઢી બે દવા: કોરોના કાબુમાં લેવા અસરકારક

વૉશિંગ્ટન : કોરાના કહેર વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે કેન્સાસ સિટીના તબીબોએ રાતદિવસ એક કરીને બે દવાનું કોમ્બિનેશન શોધ્યું છે. અમેરિકાના કેન્સાસ સિટીના તબીબોએ શોધી કાઢેલી દબા કોરોનાને કાબુમાં લેવા માટે અસરકારક થઇ શકે છે તબીબોએ શોધેલી આ બે દવાના કોમ્બીનેશનથી Covid-19ના દર્દીઓની સારવાર માટે આશાનું કિરણ જન્મ્યું છે.અમેરિકાના અખબર વૉશિંગ્ટન પોસ્ટમાં એક લેખમાં ડૉ.જેફ કોલીયર નામના તબીબે લખ્યું કે ડૉક્ટરોએ હાઇડ્રોક્લોરોક્વીન અને એઝિથ્રોમાયસીનના કોમ્બીનેશન દ્વારા કોવિડ-19નાં દર્દીઓની સારવાર કરવા માટે પ્રયોગ કર્યો છે.દવાના આ કોમ્બિનેશનનો પ્રયોગ ફ્રાંસની લેબોરેટરીમાં પ્રયોગ કરવામાં આવ્યો હતો.26મી માર્ચે કરવામાં આવેલા આશાસ્પદ પ્રયોગમાં તબીબોને ખૂબ જ સકારાત્મક પરિણામો મળ્યા હોવાનો ડૉ.જેફે અહેવાલ લખ્યો છે.કોરોના વાયરસ પહેલાં જ્યારે સાર્સ વાયરસના આક્રમણ સામે લડવા માટે તબીબોએ દવા શોધી હતી ત્યારે આ દવામાના એક તત્વ હાઇડ્રોક્લોરોક્વીનનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.અહેવાલમાં ડૉ.જેફ લખે છે કે બીજું ડ્રગ જે એઝિથ્રોમાયસીન એઝેડ તરીકે ઓળખાય છે તે વિશ્વની ખૂબ જ લોકપ્રિય એન્ટીબાયોટિક દવા છે.આ દવાને હાઇડ્રોક્લોરોક્વીન સાથે સંક્રમિત કરીને એક કોમ્બિનેશન તૈયાર કરવામાં આવ્યું છે.વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ પ્રથમ દવા હાઇડ્રોક્લોરોક્વીન આપી અને ફ્રાન્સના અભ્યાસ મુજબ જે દર્દીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો તેમાંથી 57 ટકા દર્દીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ આ બંને દવાનું કૉમ્બિનેશન આપી અને જે દર્દીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો તે 100એ 100 ટકા દર્દીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *