By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કેબિનેટમાં રિપીટ ન થવાના હોય તેવા મંત્રીઓની ઓફિસ થવા લાગી ખાલી, જાણો કયા મંત્રીઓની થશે હકાલપટ્ટી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > કેબિનેટમાં રિપીટ ન થવાના હોય તેવા મંત્રીઓની ઓફિસ થવા લાગી ખાલી, જાણો કયા મંત્રીઓની થશે હકાલપટ્ટી
GandhinagarGeneralPolitics

કેબિનેટમાં રિપીટ ન થવાના હોય તેવા મંત્રીઓની ઓફિસ થવા લાગી ખાલી, જાણો કયા મંત્રીઓની થશે હકાલપટ્ટી

HM News
Last updated: 15/09/2021 7:29 AM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટના શપથવિધિના અટકળો વચ્ચે જાણવા મળ્યું કે ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં નવા ચહેરા સામેલ કરાશે.જૂના મંત્રીઓને રિપીટ નહિ કરાય.એક પણ જૂના મંત્રીને રિપીટ નહિ કરાય. આ કારણે આજે સવારથી જ જૂના મંત્રીઓને કેબીન ખાલી થવા લાગી છે.જેમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની કેબીનમાથી પણ સામાન બહાર લાવવામાં આવી રહ્યો છે.શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત મંત્રી ઈશ્વર પરમારની ઓફિસ પણ ખાલી કરાવાઈ છે.ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ સરકારથી નારાજ હોવાના અહેવાલ છે, જેમને મનાવવા પક્ષના નેતાઓ પહોંચ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવા મંત્રીઓના હાથમાં કમાન હશે.એટલે કે મોટાભાગના ચહેરા નવા લાવવામાં આવશે.તો બીજી તરફ, ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ લગભગ નક્કી થઈ ગયા છે.સરકાર દ્વારા તમામ ધારાસભ્યોને સવારે 10 વાગ્યા સુધી ગાંધીનગર પહોંચી જવા ફરમાન કરાયુ હતું.ત્યારે આ વચ્ચે ભાજપના તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં ઉપસ્થિત જોવા મળ્યા.મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે.આ વચ્ચે મંત્રીમંડળના શપથવિધિ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.હજુ સુધી શપથવિધિ માટે ધારાસભ્યોને ફોન કરવા સૂચના અપાઈ નથી.આ માટે ઉપરથી આવનારા
ઓર્ડરની રાહ જોવાઈ રહી છે.સૂચના મળ્યા બાદ જ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવનાર ધારાસભ્યોને ફોન કરવામા આવશે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, એક વાર પણ મંત્રી બન્યા હોય તેવા નેતાઓને પણ સ્થાન આપવામાં નહિ આવે.

આ ઉપરાંત સી.કે. રાઉલજી,કિરીટસિંહ રાણા,દુષ્યંત પટેલ,રાકેશ શાહ,આત્મારામ પરમાર,જગદિશ પંચાલ,પ્રદ્યુમનસિંહ જાડેજા અને નિમિશા સુથારના મંત્રી બનવાની શક્યતાઓ પણ પ્રબળ છે.આ તમામ ધારાસભ્યોને આજે કોલ આવી શકે છે.જેમાં ઉત્તર ગુજરાતમાંથી ઠાકોર ચેહરા તરીકે અજમલજી ઠાકોર,ગજેન્દ્રસિંહ પરમારને સ્થાન મળી શકે તેવી શક્યતા છે.તો જીતુ વાઘાણી અને ગોવિંદ પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

આ વચ્ચે ગાંધીનગરમાંથી જે મંત્રીઓ રિપીટ થવાના નથી તેમની ઓફિસો ખાલી થવાની શરૂઆત થઈ ગઈ છે.જેમાં કુમાર કાનાણી,વાસણ આહીર,વિભાવરી દવે,શૈલેષ મહેતા જેવા મંત્રીઓના પત્તા કપાઈ રહ્યાં છે.આ મંત્રીઓની ઓફિસ ખાલી થવા માંડી છે.

ગાંધીનગરમાં શપથવિધિનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.શપથવિધિ માટે ત્રણ સ્થળની પસંદગી કરાઈ હતી.રાજભવન,સચિવાલય અને મહાત્મા મંદિર ખાતે શપથવિધિ યોજાય તેવી શક્યતા હતા.ત્યારે આખરે રાજભવનમાં જ શપથ સમારોહ યોજાય તેવું લગભગ ફાઈનલ છે.રાજભવનમાં કાર્યક્રમ માટે બેસવા માટેની ખુરશીઓ અને અન્ય સામગ્રી લઈ જવામા આવી રહી છે.હાલ રાજભવન બહાર ચહલપહલ વધી ગઈ છે.

વીજ સંકટ માટે મોદી સરકાર નહીં પરંતુ કોંગ્રેસનું 60 વર્ષનું શાસન જવાબદારઃ ચિદંબરમનો કટાક્ષ
કાપડ માર્કેટના વેપારીઓ માટે ચેક રિટર્નનો ઈસ્યૂ મોટી સમસ્યા
પુણેથી બાય રોડ કોરોના રસીના 93500 ડોઝ સુરત પહોંચ્યા : જાણો ક્યાંથી મેળવી શકશો રસી
દિલ્હી સરકાર અંકિત શર્માના પરિવારને એક કરોડ રૂપિયાની સમ્માન રકમ આપશે
55 નગરપાલિકાના પદાધિકારીઓની પસંદગી માટે સંસદીય સમિતિની બેઠક
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપમા નવાજૂનીના એંધાણ? નારાજ નીતિન પટેલ મોડી રાત્રે શંકરસિંહ વાઘેલાને મળ્યા
Next Article ગાંધીનગરમાં મોટા બદલાવ : પંકજ જોશી મુખ્યમંત્રીના નવા ACS, અવંતિકા સિંઘને CMO સચિવ બનાવાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up