અમદાવાદ : કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટે શુક્રવારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, હનુમાનજીના પિતાના જન્મદિવસે આ સ્વયંભૂ ઉદ્ભવેલી મૂર્તિને તમામ ધાર્મિક વિધિ સાથે ત્યાંથી બહાર લવાય છે અને ફરી પાછી ત્યાં સ્થાપિત કરાય છે.જેથી,હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિને બહાર લઈ જવાથી શ્રદ્ધાળુઓની કોઈ લાગણી દુભાતી નથી.જેની સામે, અરજદારના વકીલની રજૂઆત હતી કે, ‘આ સ્વયંભૂ મૂર્તિનો મુદ્દો છે,ભવિષ્યમાં એવુ કહેશો કે અયોધ્યામાં સ્થિત રામમંદિર કે મથુરામાં સ્થિત મંદિરને દિલ્હી લઈ જવાનુ કહેશો,આવુ કરી ન શકાય ‘ અરજદારના વકીલે સ્પષ્ટ કર્યું હતુ કે, ‘આ તેમનો અંગત મત છે.’
કેન્ટોનમેન્ટ વિસ્તારમાં રહેલા કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ પર ખસેડવાની હિલચાલ સામે થયેલી જાહેરહિતની અરજીને પરત ખેંચવામાં આવી છે.
‘ હું પણ હનુમાન ભક્ત છું’ : ચીફ જસ્ટિસ
હાઈકોર્ટે ટકોર કરી હતી કે, ‘ઈશ્વર જ્યાં પણ રહે તે આપણી સાથે જ હોય છે.હાઈકોર્ટના ચીફ જસ્ટિસે એ પણ કહ્યું હતુ કે, ‘તેઓ પણ હનુમાન ભક્ત છે.આ મંદિર એ અમદાવાદના સૌથી શક્તિશાળી મંદિરમાંનુ એક છે.’
અરજદારની રજૂઆત
હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટેલી છે મંદિરને અન્ય સ્થળે ન ખસેડો મંદિર હેરિટેઝ પ્રોપર્ટી સમાન,પૌરાણિક મહત્વવાળું મંદિર હટાવીને કોર્મિશયલ પ્રોપર્ટી બનાવવા માગે છે આ પૈસા બનાવવા માટેનુ પગલું અસંખ્ય શ્રદ્ધાળુઓની લાગણી દુભાશે કેન્ટોનમેન્ટ દ્વારા મંદિર- દર્શનાર્થીઓને સુરક્ષા અપાય છે સ્વયંભૂ ઉદભવેલી મૂર્તિને ખસેડી ન શકાય
ટ્રસ્ટની રજૂઆત
મંદિર કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારમાં શનિવારે મોટી સંખ્યામાં દર્શાનાર્થીઓ આવે છે ?ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે આર્મી વિસ્તાર હોવાથી સુરક્ષાની ચિંતા ?મંદિરના પૂજારીએ સહી કરીને સંમતિ આપેલી ?બાદમાં પૂજારી પરિવારના કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો