કેરળ : તા.12 જુલાઈ 2022,મંગળવાર : કેરળના કન્નૂર જિલ્લાના પય્યાનુરમાં RSS ઓફિસ પર બોમ્બ ફેંક્યા બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.ફેલાઈ ગઈ છે.પય્યાનુર પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના આજે સવારે બની હતી.આ હુમલામાં બિલ્ડિંગની બારીના કાચ ટૂટી ગયા હતા.આ ઘટનાની આગળની તપાસ ચાલું છે.આ ઘટનામાં હાલ કોઈ પણ પ્રકારની જાન-હાનિની ખબર નથી આવી રહી.આ હુમલો કોણે અને કયા ઈરાદાથી કર્યો? અત્યાર સુધી તેના વિશે કોઈ માહિતી નથી મળી.પોલીસ તમામ સ્તરે તપાસ કરી રહી છે.
આ ઘટના પર ભાજપના ટોમ વડક્કને ટિપ્પણી કરતા લખ્યુ કે,આ ચોંકાવનારી અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કે,કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામાજિક સંગઠનો પર બોમ્બ ફેંકવાના સ્તર સુધી વણસી ગઈ છે. તે નાગરિક સમાજમાં સ્વીકાર્ય નથી.આ અગાઉ પણ RSS કાર્યકર્તાઓ પર હુમલા થયા છે.આ પ્રકારની કાયદા-વ્યવસ્થાની સ્થિતિનો ટૂંક સમયમાં સામનો કરવો પડશે.તેના માટે પોલીસ અને રાજ્ય તંત્ર જવાબદાર છે.