– ટેલિગ્રામ એપના આ ગ્રુપમાં 1,000 કરતાં પણ વધારે સદસ્યો સામેલ
નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી, 2022, સોમવાર : કેરળના કોટ્ટાયમ પાસે આવેલા કારૂકાચલ ખાતેથી રવિવારે 7 લોકોની પત્નીઓની કથિત અદલા-બદલીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.પત્નીઓની અદલા-બદલી કરવાની આ ધૃણાસ્પદ રમત ટેલિગ્રામ એપના માધ્યમથી ચાલી રહી હતી.આ ગ્રુપમાં 1,000 કરતાં પણ વધારે સદસ્યો સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના કહેવા પ્રમાણે એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેનો પતિ તેના સાથે બળજબરીપૂર્વક અપ્રાકૃતિક સંબંધો બાંધે છે અને અન્ય વ્યક્તિ સાથે આવા સંબંધો બનાવવા માટે પણ મજબૂર કરે છે.ફરિયાદના આધારે તપાસ દરમિયાન આ ટોળકીનો ભાંડો ફૂટ્યો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મહિલાનો પતિ તેને અન્ય લોકો સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો.આ ટોળકીના સદસ્યો ટેલિગ્રામ,મેસેન્જર એપ વગેરેનો ઉપયોગ કરીને એકબીજાનો સંપર્ક સાધતા હતા.કોટ્ટાયમ,અલપ્પુઝા અને એર્નાકુલમ જિલ્લાઓમાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ટોળકીના અન્ય સદસ્યોની શોધખોળ ચાલી રહી છે.