કેરળ વિધાનસભા ચૂંટણીની મતગણના ચાલી રહી છે.સવારે 8 વાગ્યાથી મતગણતરી શરુ થઇ છે,જેમાં સૌથી પહેલા પોસ્ટલ મતોની ગણતરી કરવામાં આવી છે. 140 સીટો વાળી કેરળ વિઘાનસભા માટના ચૂંટણી પરિણામો મુખ્યમંત્રી પિનરાઇ વિજયન,વરિષ્ઠ કોંગ્રેસ નેતા ઓમન ચાંડી,મેટ્રોમેન ઇ શ્રીધરણ અને પૂર્વ કેન્દ્રિય મંરી કે જે અલફોંસ સહિતના 975 ઉમેદવારોનું રાજનીતિક ભવિષ્ય નક્કી થઈ ગયું છે.
વિજયન નવો રેકોર્ડ સર્જી ફરી કેરળમાં સરકાર બનાવશે
કેરળમાં શરુઆતના પરિણામાં માર્ક્સવાદી કમ્ય્નિસ્ટ પાર્ટીના નેતૃત્વવાળા સત્તાધારી માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી મકપા)ના નેતૃત્વવાળો લેફ્ટ ડ્રેમોક્રેટિક ફ્રંટ રાજ્યની 140માંથી 84 સીટો પર આગળ છે.હવે વિજયન નવો રેકોર્ડ સર્જી ફરી કેરળમાં સરકાર બનાવશે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી વિપક્ષી સંયુક્ત લોકતાંત્રિક મોરચા 45 સીટ પર આગળ છે. ભાજપના નેતૃત્વવાળું એનડીએ માત્ર 3 સીટો પર આગળ છે.જેમાંથી એક સીટ નેમોન છે,જ્યાંથી ભાજપની ટિકિટ પરથી મેટ્રોમેન ઇ શ્રીધરણ મેદાનમાં છે.ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કેરળમાં માત્ર આ નેમોન સીટ જ મળી હતી.
મુખ્યમંત્રી પિનરાઇ વિજયન સહિતના નેતાઓ પોતાની સીટો પર છે આગળ
આ સિવાય મુખ્યમંત્રી પિનરાઇ વિજયન, સ્વાસ્થ્ય મંત્રી કે કે શેલજા,પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડી પોતાની સીટો પર આગળ ચાલી રહ્યા છે.ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે અત્યારે માકપા 5 સીટો પર.ભાકપા 2 સીટો પર અને કોંગ્રેસ 5 સીટ પર આગળ છે.
527 રુમની અંદર ઇવીએમ વડે મતગણતરી થઇ રહી
મતોની ગણતરી માટે રાજ્યમાં 144 મતદાન કેન્દ્રોમાં 633 વિશાળ રુમ તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં 527 રુમની અંદર ઇવીએમ વડે મતગણતરી થઇ રહી છે,જ્યારે 106 રુમની અંદર પસ્ટલ મતોની ગણતરી થાય છે.