બેંગલુરુ,નવી દિલ્હી, 17 ડિસેમ્બર : સીએમ રવિન્દ્રન,જે સોનાની દાણચોરીના કેસમાં સંબંધિત મુખ્યમંત્રીના વધારાના ખાનગી સચિવ હતા,છેવટે ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ના અધિકારીઓ સમક્ષ, હાજર થયા હતા.આજે સવારે 8.50 વાગ્યે તે કોચીની ઇડી ઓફિસ આવી પહોંચ્યા હતા.
આપને જણાવી દઇએ કે,સોમવારે રવીન્દ્રને ઇડીની પૂછપરછથી મુક્તિ મેળવવા માટે,હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો,પરંતુ તેઓ તેમની અરજી પર કોર્ટના નિર્ણયની રાહ જોયા વિના આજે પૂછપરછ માટે પહોંચ્યા હતા.
અરજીમાં રવિન્દ્રને ચિંતા વ્યક્ત કરી હતી કે,ઇડી તેમને એવી બાબતો પર નિવેદન આપવા દબાણ કરશે કે,જેમાં તેમને કોઈ જાણકારી નથી.તેમણે આરોગ્યને લગતી સમસ્યાઓના કારણે,કોર્ટને લાંબા સમય સુધી પૂછપરછ કરવાનુ ટાળવાની વિનંતી પણ કરી હતી.
અગાઉ ઇડીએ રવિન્દ્રનને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યુ હતુ, અને ત્રણ સૂચના આપી હતી.પરંતુ રવિન્દ્રન કોરોના પરીક્ષણ પછી નબળી તબિયતનુ કારણ આપતા રહ્યા.નોંધનીય છે કે,જ્યારે ઇડીએ મુખ્યમંત્રીના પૂર્વ મુખ્ય સચિવ શિવશંકરને,પૂછપરછ માટે બોલાવ્યા ત્યારે,તેમણે પણ અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી.

