– જૂનાગઢના કેશોદ તાલુકામાં એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે.રસ્તા પર જઈ રહેલા એક્ટિવા ચાલકે કાબૂ ગુમાવતા એક્ટિવા હવામાં ફંગોળાયા બાદ દસેક ફૂટ દૂર પડ્યું હતું.અકસ્માતની સમગ્ર ઘટના હાઈવે પર લાગેલા CCTV કેદ થઈ હતી.
કેશોદ તાલુકાના ભાટ સીમારોલી ગામ પાસેથી એક એક્ટિવા સવાર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા એક્ટિવા રસ્તાની સાઈડમાં ઉતરી ગયું હતું અને હવામાં ઉછળ્યું હતું.ચાલક નીચે પટકાયો હતો અને દસેક ફૂટ દૂર એક્ટિવા પડ્યું હતું.અકસ્માતની ઘટના હાઈવે પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.
અકસ્માતના પગલે ત્યાં હાજર અન્ય રાહદારીઓ દોડી આવી ઇજાગ્રસ્ત ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે કેશોદ સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવેલ હતો.સદનસીબે જોરદાર અકસ્માત છતાં ચાલક બચી ગયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના હાઈવે પર લાગેલ એક સીસીટીવીમાં કેદ થઈ હતી.આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.


