પખવાડિયા અગાઉ ગોરાટ સ્થિત રહેમાની કો-ઓપ સોસાયટીમાં ટ્રાફિકના એસીપી એ.પી ચૌહાણનો જાહેર કાર્યક્રમ ગોઠવાયો હતો જેમાં ખુદ એસીપી ચૌહણ માસ્ક પહેર્યા વગર હાજર હતા ઉપરાંત 100થી વધુ લોકોના ટોળાએ સોશ્યિલ ડિસ્ટન્સઇન્ગના ધજકડા ઉડાડ્યા હતા ! છતાં પણ કોઈ જ પોલીસ કાર્યવાહી કે ગુનો ન નોંધાયો : શું એસીપી ચૌહાણ હાજર હતા એટલે રહેમાની સોસાયટીના આયોજકો અને ટોળાને બચાવી લેવાયા ?
જાહેર સન્માનના તાયફા કરનારા કૈલાશનગરના કાર્યક્રમમાં પોલીસે ટોળા સામે એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો તો રહેમાની સોસાયટીના આયોજકો અને ટોળા વિરૃદ્ધ કેમ ફરિયાદ દાખલ નથી કરાઈ ? : પોલીસના બે અલગ અલગ કાટલાંથી ચોતરફ ફિટકાર : રહેમાની સોસયટીના ટોળા સામે ફરિયાદ દાખલ કરવા લોક માંગણી
સુરત : કોરોના વાયરસના પ્રકોપે સામાન્ય માણસો અને દેશભરના જાગૃત નાગરિકો ઘરોમાં કેદ થઈ સરકારના નિયમો અને દિશા નિર્દેશોનું ચુસ્ત પાલન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ સુરત શહેરમાં સન્માનની ઘેલછામાં શો બાજી કરવા પોલીસ અધિકારીઓ અને કોરોના વોરિર્યર્સને નવાજવા જાહેર કાર્યક્રમો યોજી સોશ્યિલ ડિસ્ટન્સના ધજકડા ઉડાવી રહ્યા છે.ખાસ કરીને પોલિસ વિભાગના અધિકારીઓ આવા સન્માનમાં જોડાતા ટોળા સરેઆમ ડિસ્ટન્સઇંગના લીરેલીરા ઉડાવી અરાજકતા ફેલાવી રહ્યાના કિસ્સાઓ સામે આવ્યા છે.જેમાં પખવાડિયા અગાઉ કૈલાશનગરમાં પાલિકા કર્મચારી અને પોલિસકર્મીઓના સન્માન કાર્યકમ યોજાયો હતો જેના પગલે ખાસ્સો વિવાદ થતા પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જયારે એવો જ એક કિસ્સો ગોરાટ સ્થિત રહેમાની કો-ઓપરેટીવ સોસાયટીમાં પણ યોજાયો હતો જેમાં ખુદ શહેર પોલીસના એસીપી એ.પી ચૌહાણ ટોળા વચ્ચે સન્માન મેળળવવા પહોંચ્યા હતા જે વિડીયો વાયરલ થયા હતા છતાં પણ પોલિસે રહેમાની સોસાયટીના આયોજકો વિરુદ્ધ કેમ આજદિન સુધી ગુનો ન નોંધ્યો તેને લઈને ચર્ચા છેડાય છે.
લોકડાઉનનો કડકાઈપૂર્વક અમલ એ વર્તમાન સ્થિતિમાં પોલીસ માટે અગ્રીમતા છે.શહેરીજનો ખોટી રીતે રોડ ઉપર નીકળે નહીં,ભીડ ન કરે તેવા સુરક્ષાના તમામ મુદ્દાઓ અંગે ટેકેદારી રાખવી કે રખાવવી એ પોલીસની ફરજ છે.જો કે આ ફરજ દરમ્યાન પોલિસ વિવેકભાન ચુકી હોય એવા અસંખ્ય દાખલાઓ બન્યા હોવા છતાં તેને શહેરના વિશાળ હિતમાં દરગુજર કરાયા છે.પોલીસની કામગીરીના ભારોભાર વખાણ કરી તેમને તમામ સહાય અને મદદ પણ કરવામાં આવી રહી છે.આટલું માન સન્માન મળવા છતાં વ્યક્તિગત ઘેલછા સંતોષવા માટે પોલીસ જ કાયદો નેવે મૂકી દે એવા દ્રશ્યો જોવા મળ્યા છે.આવા જ એક કિસ્સો શહેરમાં ઘટ્યો હતો જેમાં ટ્રાફિકના એસીપી અશોક ચૌહાણ જ માસ્ક પહેર્યા વિના અડાજણ ગોરાટ વિસ્તારના રહેમાની સોસાયટીના કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને સોશ્યિલ ડિસ્ટસિન્ગનો ભંગ કરી ટોળાની વાહવાહી લૂંટી હતી.કોરોના ઉપર અજય વરદાન પ્રાપ્ત કર્યું હોય એમ રુઆબ સાથે ટોળા વચ્ચે ફરતા દેખાયા હતા જે વિડિઓ વાયરલ થયો હતો.જે કાર્યક્રમમાં સન્માનના નામે જે વરવા દ્રશ્યો સર્જાયા એ પોલીસે રાતદિવસ એક કરીને મેળવેલા સન્માનને ધૂળધણી કરનારા હતા. રહેમાની કો -ઓપ સોસાયટીમાં યોજયેલા કાર્યક્રમમાં 100 કરતા વધુ લોકો હાજર હતા.જયારે બીજી તરફ કૈલાશનગરમાં 500 કરતા વધુ લોકો દેખાયા હતા જેની વિરુદ્ધ અઠવા પોલીસે ગુનો નોંધ્યો હતો પણ આજદિન સુધી રહેમાની સોસાયટીના આયોજકો અને ટોળા વિરુદ્ધ કેમ ગુનો ન નોંધાતા શહેરમાં ઠેર ઠેર ચર્ચાઓ ઉઠવા માંડી છે.એટલે સુધી પણ ચર્ચાય રહ્યું છે કે એસીપી ચૌહાણ હાજર હતા માટે આખા ટોળાને બચાવી લેવામાં આવ્યું છે જયારે હદ થાય છે અને લોકો પ્રશ્નો પૂછે છે કે શું ગોરાટ વિસ્તાર શહેર પોલિસના જ્યુરીડીક્શન બહારનો છે ? પોલીસના બે અલગ અલગ કાંટાલા હોય એમ કાર્યવાહી કેમ કરવામાં નથી આવી રહી ? એવી ચર્ચા છેડેચોક ચાલી રહી છે.લોકડાઉનનું પાલન કરાવવા ડ્રોન ઉડાવી ઘરના ધાબા પરથી પણ લોકોને ઉપાડી જતી પોલીસ છેડેચોક ગુનો કરી બેસે છે પણ ઉચ્છ અધિકારીઓ દ્વારા એક ઘટનામાં ગુનો નોંધવામાં આવે છે અને બીજી તરફ પણ ગંભીર ઘટના ઘટી હોવા છતાં કેમ કોઈ જ એક્શન નથી લઈ રહ્યું તે બાબતે વિવાદ છેડાયો છે. ઉલ્લેખનીય છે કે પાલિકા કમિશનર બંછાનીધી પાની દ્વારા કોરોનાને લઈ જાહેર કરાયેલા લોકડાઉનમાં માસ્ક વિના ફરનારા લોકો સામે દંડનીય કાર્યવાહીના આદેશ આપ્યા છે ત્યારે પોલીસના જ અધિકારી આ આદેશનું ધરાર ઉલ્લઘન કરતો વીડિયો રહેમાની સોસાયટીનો વાયરલ થયો હોવા છતાં રહેમાની સોસાયટીના ટોળા વિરુદ્ધ કેમ ગુનો નોંધાયો નથી ? શું કૈલાશનગરના કાર્યક્રમમાં 500ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો તો શા માટે રહેમાની સોસાયટીના ટોળા સહીત આયોજકો વિરુદ્ધ ગુનો નોંધવમાં વિલંબ કરાઈ રહ્યો છે ? શહેર પોલિસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટ કડક અધિકારી તરીકેની છાપ ધરાવે છે તો આ મામલે રહેમાની કો-ઓપ સોસાયટીમાં આયોજિત કરાયેલા કાર્યક્રમ વિરુદ્ધ પોલીસ ફરિયાદના આદેશ કયારે આપશે ? કે પછી એસીપી અશોક ચૌહણ ત્યાં હાજર હતા એટલે આખા ટોળાને જીવતદાન આપવમાં આવશે તે જોવું રહ્યું