કોંગ્રેસનાં ધારાસભ્યો પૈસા આપીને ખરીદાયા છે, ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ નિવડી : અમિત ચાવડા

HM News
1 Min Read

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે,ત્યારે ચૂંટણી દરમિયાન આરોપ અને પ્રત્યારોપના દોર વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે પ્રેસ કોન્ફરંસ કરીને રાજ્યની ભાજપ સરકાર પર આક્ષેપ લગાવ્યા છે,પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે રુપિયા આપીને ધારાસભ્યો ખરીધ્યા છે,ઉપરાંત ચાવડાએ આક્ષેપ લગાવતા કહ્યું કે તમામ મોર્ચે નિષ્ફળ નીવડી છે.અમિત ચાવડાએ ભાજપ સરકાર પર વાર કરતા કહ્યું કે ખેડૂતોને આપેલા વચનો પૂરા કરવાની બાબત હોય,યુવાનોની ભરતી પ્રકિયા હોય કે પછી પ્રાઇવેટ શાળા-કોલેજોની ફી માફ કરવાનો મુદ્દો હોય અને મુદ્દે ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *