સુરત,તા.૨૦
૧૭ ફેબુ્આરીના રોજ સુરત મ્યુનિ.ના સરદાર ખંડમા બજેટની ખાસ સામાન્ય સભા શરૂ થઈ હતી. બજેટની ચર્ચા શરૂ થઈ એટલે પરંપરા મુજબ શાસક પક્ષોએ બજેટના ભરપુર વખાણ કરીને બજેટ સુરત શહેરના છેવાડાના માનવીથી તમામ લોકો સુધીનુ હોવાનુ જણાવ્યુ હતું. ભાજપના સભ્યોએ બજેટના ભરપુર વખાણ કરીને બજેટના કારણે સુરતનો વિકાસ ઝડપી બનશે તેવો દાવો કર્યો હતો. ભાજપના સભ્યોને બજેટ પહેલાની સંકલન બેઠકમા કોઈ પણ જાતની નેગેટિવ ચર્ચા નહી કરવા માટે સ્પષ્ટ સુચના આપવામા આવી હતી, તેમ છતાં ભાજપના કેટલાક સિનિયર સભ્યએ સુરત મ્યુનિ.ની સાચી સ્થિતિનો કડવો ચિતાર રજુ કરીને આગામી દિવસોમા આર્થિક કટોકટી ન આવે તે માટે આગોતરા આયોજન કરવા સાથે અધિકારીઓની પણ જવાબદારી નક્કી કરવાની વાત કરી હતી.
તો બીજી તરફ કોગ્રેસે ત્રણ દિવસની ચર્ચામા ભાજપ શાસકોની નબળાઈ અને બજેટમા રહેલી ખામીઓને રજુ કરવાની એક પણ તક ચુકી ન હતી. કોગ્રેસે બજેટ સાથે મ્યુનિ.ની કામગીરીમા અનેક છીંડા હોવાની વાત કરી હતી. કોંગ્રેસી સભ્યોએ તો બજેટમા રજુ કરવામા આવેલા પાણીના દર, વ્હીકલ ટેક્સ, ફાયર ટેક્સમા વધારો છે તે કોઈ પણ સંજોગોમા ચલાવી લેવામા આવશે નહીં તેવી ચીમકી આપી હતી. સુરત મ્યુનિ.ની બજેટની સામાન્ય સભા સતત ત્રણ દિવસ ચાલી હતી અને ૧૯મીની મધ્ય રાત્રીએ ૨ઃ૩૦ વાગ્યે સામાન્ય સભા પુરી થઈ હતી. સામાન્ય સભામા કોંગ્રેસના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમા કામ થતા ન હોવાનો કકળાટ કર્યો હતો. આ ઉપરાંત કોગ્રેસ દ્વારા જે સુચન કરવામા આવ્યા હતા તે સુચન ધ્યાને લેવાયા ન હોવાની પણ વાત કરી હતી. બજેટમા અનેક પ્રોજેક્ટ લેવામા આવે છે પરંતુ તેના પર કામગીરી થતી ન હોવાથી મ્યુનિ. તંત્રની રેઢીયાળ કામગીરી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામા આવ્યો હતો.
જ્યારે બીજી તરફ ભાજપના કોર્પોરેટરો અને અધ્યક્ષો કોંગ્રેસને સમજાવતા હોય તેમ હૈયા ધરપત આપી હતી કે, હવે કામગીરી થઈ જશે. બજટમા રજુ કરવામા આવેલા પ્રોજેક્ટ સુરત માટે ઉપયોગી નિવડશે તેવી વાત પણ કરી હતી.
કોંગ્રેસના તમામ કોર્પો.એ મ્યુનિ.ના ૬૧૩૦ કરોડનાં બજેટને વખોડયું… અંતે સર્વાનુમતે મંજુરી
Leave a Comment