અમદાવાદના કોંગ્રેસના જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ બે દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો.ત્યારબાદ આજે તેમના પરીવારના અન્ય 5 સભ્યો પણ વાયરસની ઝપેટમાં આવી ગયા હોવાનું સામે આવ્યું છે.આજે તેના પરીવારના 5 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચ્યો છે.
ઈમરાન ખેડાવાલાના બાદ તેના ભાઈ, ભાભી,બે ભત્રીજી તથા ભત્રીજાની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.હાલ આ તમામને SVP હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જો કે રિપોર્ટ જે દિવસે પોઝિટિવ આવ્યો તે જ દિવસે ખેડાવાલાની મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ડે. સીએમ નીતિન પટેલ સાથે અન્ય બે ધારાસભ્યો સહિત બેઠક યોજાઇ હતી.
જો કે આજરો ઇમરાન ખેડાવાલના પરિવારના તમામ સભ્યોના રિપોર્ટ પોઝિટવ આવ્યાં છે.જો કે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે ઇમરાન ખેડાવાલા હાલ સારવાર હેઠળ છે.
જો કે ઇમરાન ખેડાવાલાની સાથે ગયેલા બે અન્ય ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારમાં ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે શૈલેષ પરમારનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.જો કે આ અંગે ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જે જાણીને ખુશી થઇ છે. હું અને ઇમરાન ખેડાવાલ એક જ કારમાં બેસીને ગયા હતા.જો કે અમારા પૂર્વ AMC વિપક્ષ નેતા બદરુદ્દીન શેખનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.