અત્યારે રાજકોટમાં મતદાન ચાલી રહ્યું છે.ત્યારે મતદાનની આગળની રાત્રે મુખ્યમંત્રીના ગઢમાં ઘમાસાણ બોલી હતી. રાજકોટ મનપાની ચૂંટણી પહેલા કતલની રાત જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.મળતી માહિતી અનુસાર રાજકોટના વોર્ડ નંબર 12માં મતદારોના મત અંકે કરવા કોંગ્રેસ પાર્ટી ગિફ્ટ વહેંચતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.વોર્ડ નંબર 12માં મતદારોના મત અંકે કરવા કોંગ્રેસે ગિફ્ટ વહેંચી હતી.કોંગ્રેસના મહિલા કાર્યકર્તા ગિફ્ટ આપી કોંગ્રેસને મત આપવા નીકળ્યા હતા. વાઇરલ થયેલા વીડિયોમાં કોંગ્રેસના ઉમેદવાર વિજય વાંકને મત આપવાની વાત કરી રહ્યા છે.ત્યારે આ વીડિયો મતદારે સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.આ કારણોસર મતદારોને લોભ-લાલચ આપતી કોંગ્રેસની મહિલા કાર્યકરની પોલીસે અટકાયત કરી હતી. માલવીયાનગર પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


