ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ તાડમારથી તૈયારીઓ ચાલી રહી છે.આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાના કારણે ફોર્મ ભરવા માટે ઉમેદવારોની હોડ લાગી છે.ત્યારે મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરબી માળિયા ખાતેના કોંગ્રેસ ઉમેદવાર જયંતી પટેલે શ્રદ્વાંજલી પાઠવી ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ.ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેમણે કાર્યકર્તાઓએ 2 મિનિટ સુધી મૌન પાળવા કહ્યું અને મોરબી દુર્ઘટનાગ્રસ્તોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
ઉમેદવારી નોંધાવતા પહેલા મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી પાઠવી
મોરબી માળિયા બેઠક પરથી ઉમેદવારોના નામને લઈને ઘણી ખેંચતાણ જોવા મળી હતી.જે બાદ અહિંના કોંગ્રેસના પ્રમુખ જંયતી પટેલને ટિકિટ આપી હતી.ત્યારે આજે કોંગ્રેસ ઉમેદવાર જયંતી પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોચ્યાં હતા.ત્યારે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મોરબી દુર્ઘટનાના ઘાવ હજુ તાજા છે.જેથી લઈને મોતનો મલાજો જાળવી અમે ચૂંટણી પ્રચાર કરીશું.તેમજ ઉમેદવારી નોંધાવતા પહેલા 2 મિનિટનું મૌન પાડીને ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી અને તે બાદ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ.
મોરબી દુર્ઘટનાને ધ્યાને રાખી ફોર્મ ભર્યું
મોરબી દુર્ઘટનામાં 135 લોકો મૃત્યુ પામ્યા હતા.ત્યારે આ તમામને પહેલા યાદ કરીને જંયતી પટેલે ઉમેદવારી નોંધાવી હતી.તેમજ જયંતીભાઈ પટેલે જણાવ્યું કે મોરબી દુર્ઘટનાને જોતા મોતનો મલાજો જાળવીને ફોર્મ ભરી રહ્યા છીએ.અમે ચૂંટણીની શરૂઆતથી જ સંકલ્પ કર્યો છે કે મોરબી દુર્ઘટનાને ધ્યાનમાં લઈને ઢોલ નહીં વગાડીએ અને ફટાકડા ફોડવાનું ટાળીશું.