By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ જીતુ ચૌધરીએ દર્શન દીધાં ,કર્યા અનેક ચોંકવનારા ખુલાસા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ જીતુ ચૌધરીએ દર્શન દીધાં ,કર્યા અનેક ચોંકવનારા ખુલાસા
GeneralPoliticsSouth Gujarat

કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ જીતુ ચૌધરીએ દર્શન દીધાં ,કર્યા અનેક ચોંકવનારા ખુલાસા

HM News
Last updated: 05/06/2020 6:45 AM
HM News
6 years ago
Share
SHARE

વલસાડ : વલસાડના કપરાડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરી સંપર્ક વિહોણા બન્યા હતાં.ગુરૂવારે કપરાડાના ધારાસભ્યએ વિધાનસભા સ્પીકરને રાજીનામુ સોંપ્યુ હતું.આ સાથે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ રાજીનામુ આપ્યું હતું.35 વર્ષ કોંગ્રેસી રહેનારા જીતુ ચૌધરીએ અંતે જિંદગીના 54માં વર્ષે રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસનો હાથ છોડ્યો છે.ત્યારે તેઓ રાજીનામુ સોંપ્યા બાદ મીડિયાથી ગાયબ રહ્યાં હતા.આખરે જીતુ ચૌધરી પ્રથમ વખત સામે આવ્યા અને રાજીનામા મુદ્દે ખુલાસા કર્યાં છે.

તેમણે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે,વલસાડ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ કિશન પટેલના કારણે મેં રાજીનામું આપ્યું છે.લોકસભા ચૂંટણી વખતે તેઓએ મને હરાવવાના પ્રયાસ કર્યા હતા.કિશન પટેલે મતદાનના આગળના દિવસે આદિવાસી સમાજમાં પત્રિકા ફેરવી મને હરાવવાના પ્રયાસો પણ કર્યા હતા.કિશન પટેલની પક્ષ વિરોધી પ્રવૃતિ અંગે એક વર્ષ સુધી મેં પ્રદેશ કોંગ્રેસ અને દિલ્હી સુધી પણ રજૂઆત કરી હતી પરંતુ તેમ છતાં પાર્ટીએ કોઇ પગલા નહીં લેતા નારાજ થઈને રાજીનામું આપ્યું છે.

જીતુ ચૌધરીએ 30 વર્ષ અગાઉ કાકડકોપરના સરપંચ બની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી પંચાયત સભ્ય બન્યા બાદ સતત ચાર ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.કપરાડા આદિવાસી પટ્ટામાં તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.કપરાડા વિધાનસભા બેઠક પર વર્ષોથી કોંગ્રેસનો કબજો છે.ભાજપના તમામ પ્રયાસો છતાં પણ હજુ સુધી સફળતા મળી શકી નથી.

વલસાડના કપરાડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરી સંપર્ક વિહોણા બન્યા હતાં. ગુરૂવારે કપરાડાના ધારાસભ્યએ વિધાનસભા સ્પીકરને રાજીનામુ સોંપ્યુ હતું.ધારાસભ્યપદેથી રાજીનામુ ધરી દેતાં તેમની ભાજપમાં એન્ટ્રી થશે એવું મનાઇ રહ્યું છે.જો કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 170 મતોથી જ જીત્યા હતાં.લોકડાઉન પહેલા રાજય સભાની ચૂંટણીની જાહેરાત બાદ કપરાડાના ધારાસભ્ય ત્રણ દિવસ ગાયબ થતાં ભાજપમાં જોડાશે એવી અટકળો ચાલી હતી,પરંતુ છેલ્લી ઘડીએ કોંગ્રેસના ધારાસભ્યોની વચ્ચે પહોંચીને કોંગ્રેસમાં જ હોવાની જાહેરાત કરી હતી,હાલ રાજયસભાની ચૂંટણી 19 જુને યોજાવાની છે,ત્યારે ફરી ધારાસભ્ય બે દિવસથી સંપર્ક વિહોણા બની ગયા હતાં.ભાજપમાં જોડાશે એવી અફવા વચ્ચે આખરે જીતુ ચૌધરીએ ગુરૂવારે વિધાનસભાના સ્પીકરને ધારાસભ્યપદેથી રાજીનામુ આપવાની કોપી સુપ્રદ કર્યું હતું.જીતુ ચૌધરીએ 30 વર્ષ અગાઉ કાકડકોપરના સરપંચ બની રાજકીય કારકીદીની શરૂઆત કરી પંચાયત સભ્ય બન્યા બાદ સતત ચાર ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતાં.

ધારાસભ્ય જીતુ ચૌધરીએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને પક્ષમાંથી રાજીનામુ આપવાનો લેટર મોકલી આપ્યો હતો.જેમાં જણાવ્યુ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અંદરો અંદરના આંતરિક કલહના કારણે અને પાર્ટીની અંદર કોઇ પણ નિર્ણય લેવાની શકિત નથી.તથા 2019ની ચૂંટણીમાં પક્ષ વિરોધી કરનાર સામે કોઇ કાર્યવાહી કરાઇ નથી.જેથી રાજીનામુ આપ્યુ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.લોકસભામાં હાર બાદ જીતુ ચૌધરીએ હાર માટે જવાબદાર નૈતાઓના નામ પણ જાહેર કર્યા હતાં.

સતત ચાર ટર્મથી ચૂંટાતા કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી 2017ની ચૂંટણીમાં ભાજપ સામે બેલેટ પેપરના મતોથી જીતી શકયા હતાં.આવનારી વિધાનસભાની ચૂંટણી તેમના માટે મોટો પડકાર હતો.આ ઉપરાંત કોંગ્રેસના ઉચ્ચ નેતાઓથી પણ તેઓ નારાજ હતાં.કપરાડા આદિવાસી પટ્ટામાં તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે,પંરતુ હવે પછી ભાજપના સહારા વગર આ ઓળખ કાયમ રાખવી મુશ્કેલ બની શકે તેમ હતું.

કપરાડા વિધાનસભા બેઠક પર વર્ષોથી કોંગ્રેસનો કબજો છે.ભાજપના તમામ પ્રયાસો છતાં પણ હજુ સુધી સફળતા મળી શકી નથી.કપરાડાના સ્થાનિક લેવલે ભાજપમાં બે જુથો છે.હવે ખુદ કોંગ્રેસના ધારાસભ્ય જ ભાજપમાં આવવાથી રાજકીય સમીકરણ બદલાશે.હવે પછી ભાજપ જીતુભાઇ ચૌધરીને ટિકિટ આપશે કે અન્ય ભાજપના વર્ષો જુના નેતાઓમાંથી કોઇની પસંદગી કરશે તે ચૂંટણી સમયે જ ખબર પડશે.હાલ જીતુભાઇ કઇ શરતના આધારે ભાજપમાં આવવાના તે બહાર આવી શકયુ નથી.આમ હવે જીતુ ચૌધરી ભાજપમાં ક્યારે જોડાશે તેના પર સૌની મિટ મંડાયેલી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 50,000 કરોડની ઈલેક્ટ્રોનિક ઈન્સેન્ટિવ સ્કીમ શરૂ
Next Article રિસોર્ટ પોલિટિક્સ / કોંગ્રેસ હવે હજુરિયા, ખજુરીયા કે જયપુરિયા નહીં પણ આ ફોર્મ્યુલાથી બચાવશે ધારાસભ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up