રાજ્યસભાની ચૂંટણી આવતા જ જાણે પક્ષપલટાની મોસમ જામી હોય તેવી રાજકીય પરિસ્થિતિ નિર્માણ થયું છે.અંગત સ્વાર્થ અને નાણાંની લાલચમાં કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડી કેસરીયો ખેસ ધારણ કરી ચૂક્યા છે પણ પક્ષ પલટો કર્યા પછી તેમની ભૂંડી દશા થઈ છે.સૌરાષ્ટ્ર માં ભાજપમાં હવે ધીરે ધીરે ડખા બહાર આવી રહ્યા છે.હળવદમાં સરકારી હોસ્પિટલમાં ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાના જુથ વચ્ચે બબાલ થઈ છે.અત્યારે હળવદની સરકારી હોસ્પિટલમાં બંને જૂથો સામ સામે આવ્યા છે.આ ઘટના બાદ ધારાસભ્ય પરસોતમ સાબરીયા એવો મોટો આરોપ લગાવ્યો છે કે, મને મોરબી ભાજપ સ્વીકારવા તૈયાર નથી એટલું જ નહીં,મને ભાજપમાં કામ કરવા દેવામાં પણ આવતું નથી.
ઉલ્લેખનીય છે કે,સાંસદ મહેન્દ્ર મુજપરાની હાજરીમાં ભાજપના બંને જૂથો આમને-સામને આવ્યા હતા.આ ઘટના સંદર્ભે ધારાસભ્ય લલિત કગથરા એવી પ્રતિક્રિયા આપી છે કે,હું તમારા મિત્રોને સમજાવું છું કે ભૂલેચૂકે પણ ભાજપમાં જતા નહીં,કોંગ્રેસ છોડી ભાજપમાં જે ગયા છે તેમની દશા ખરાબ છે.આખા ગુજરાતમાં બધાની આ દશા થવાની છે.