મોરબી : મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા રાજીનામુ આપી સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે,જેમાં આજે મોરબી કોંગ્રેસ કાર્યલય ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ દરમિયાન ટંકારા ધારાસભ્ય અને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરા દ્વારા બ્રિજેશ મેરજા પર આક્ષેપ કરવામાં આવ્યા હતા અને ભાજપના ઈશારે રાઇનામુ આપયું હોવાનું પણ જણાવ્યું હતું સાથે જ મોં મીઠા કરી અને ફટાકડા ફોડ્યા હતા
મોરબી માળીયા વિધાન સભાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આજે કોંગ્રેસ સભ્ય પદેથી અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા જ સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો અને જુદા જુદા પક્ષના નેતાઓ અને આગેવાનો દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી ત્યારે આજે મોરબી જીલ કોંગ્રેસ પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા દ્વારા મોરબી કાર્યાલય ખાતે મીટીંગ બોલાવવામાં આવી હતી.આ મીટીંગમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા વાંકાનેર ધારાસભ્ય પીરઝાદા સહિતના તાલુકા અને ગ્રામ્ય કક્ષાના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા.જેમાં ધરાસભ્ય બ્રિજેશ મેરજાને 25 કરોડ અપાયા હોઈ શકે છે અને ભાજપના ઈશારે તેને રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું, સાથે તમામ આગેવાનો કાર્યકરો દ્વારા મોં મીઠા કરી અને ફટાકડા ફોડી બ્રિજેશ મેરજા હાય હાય ના નારા સાથે સૂત્ર્ત્રોચ્ચાર કર્યા હતા.મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા ભૂતકાળમાં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને બાદમાં ફરી કોંગ્રેસમાં જોડાયા બાદ તેઓને ધારાસભ્ય પદની ટિકિટ આપવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યાનું જણાવી વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.આ સિવાય મોરબીમા ધારાસભ્ય બ્રીજેસ મેરજાના કાર્યાલયને તાળા લાગ્યા હતા. કાર્યાલય પર લગાવેલ બોર્ડ પણ કાર્યકરો દ્વારા ઉતારવામા આવ્યુ. અને બ્રિજેશ મેરજાનું કાર્યાલય બંધ કરવામા આવ્યું હતું.