રાજ્યસભા ની ચૂંટણી પહેલા ભાજપ પોતાના ધારાસભ્યો ને લઈ જશે તેવા ડર વચ્ચે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને મોરબી તરફ લઈ જવાના પ્લાન અગાઉ જ સૌરાષ્ટ્રના 3 ધારાસભ્યો રિસોર્ટમાં ગાયબ જણાતાં કોંગી છાવણી માં ફરી નિરાશા જન્મી છે.કોંગ્રેસના અમરીશ ડેર,પુંજા વંશ,વિક્રમ માડમ રિસોર્ટ બહાર હોવાનું સામે આવ્યું છે.જેથી હવે કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને રાજ્ય બહાર રાજસ્થાન તરફ લઈ જાય તેવી અટકળો તેજ બની છે.
કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામુ આપ્યા બાદ તમામ ધારાસભ્યો મોરબી જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હવે રાત સુધીમાં રાજસ્થાન લઈ જવાઈ તેવી સંભાવના પણ વ્યક્ત કરાઇ રહીં છે.જાણવા મળી રહ્યું છે કે સૌરાષ્ટ્રના ધારાસભ્યો રિસોર્ટમાં હાજર ન રહેતા રાજસ્થાન લઈ જવાઈ તેવી સાંભવના સેવવામાં આવી રહી છે. કોંગ્રેસના ત્રણ જેટલા ધારાસભ્યો હાલ હાજર નથી, જેના કારણે કોંગ્રેસ મૂંઝવણમાં મૂકાઈ છે. કોંગ્રેસના અમરીશ ડેર,પુંજા વંશ અને વિક્રમ માંડમ રિસોર્ટ બહાર ફરતા હોવાનું સામે આવ્યું છે.ગત શનિવારે કોંગ્રેસ દ્વારા આયોજિત બેઠકમાં હાજરી આપી જતા રહ્યા હતા.અમરીશ ડેરને તો ઓફર થયાની વાત ખુદ અમરીશ ડેરે મીડિયા સમક્ષ જણાવી ચુક્યા છે ત્યારે હવે આગળ શું પગલાં ભરાય છે તેતો સમય જ બતાવશે.