નર્મદા જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે.કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા પોતાના 150 જેટલા કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના પ્રબળ નેતૃત્વ અને વિકાસયાત્રાથી પ્રભાવિત થઈ તેઓએ આ નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું છે.સુરતના અંબાનગર સ્થિર ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઓફિસે અધ્યક્ષ સી.આર પાટીલના વરદ હશે તેઓએ ભગવો ધારણ કર્યો છે.જ્યાં લોકસભાની ચૂંટણી પહેલા નર્મદા જિલ્લાના નાદોડ બેઠક પરથી છૂટી લડી ચૂકેલા હરેશ વસાવા અને તેના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ભંગાણ સામે આવ્યું છે.
લોકસભાની ચૂંટણી હવે નજીક છે.ત્યારે પક્ષપલટાની મૌસમ ફરી શરૂ થાય છે.જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ બેઠક પરથી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા અને કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા પોતાના 150 જેટલા કાર્યકર્તાઓ જોડે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.જેના કારણે નર્મદા જિલ્લા કોંગ્રેસમાં મોટું ગામડું પડ્યું છે.હરેશ વસાવાએ પોતાના કાર્યકર્તાઓ જોડે સુરતના અંબાનગર સ્થિત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઓફિસ ખાતે ભાજપનો ભગવો ધારણ કર્યો છે.
લોકસભાની ચૂંટણી જ્યારે નજીક છે.ત્યારે નર્મદા જિલ્લાના કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીના પક્ષપલટાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.ભારતીય જનતા પાર્ટીમાં ભગવો ધારણ કરી વિધિવત રીતે જોડાયેલા હરેશ વસાવાએ જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીની વિકાસ કાર્યશૈલીના કારણે છેવાડા ગામ સુધી વિકાસ થઈ રહ્યો છે.ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું સબળ નેતૃત્વ ચાલી આવ્યું છે.ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસયાત્રાને છેવાડાના ગામ સુધી લઈ જવામાં આવી છે.જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો અંતે નિર્ણય કર્યો છે.
ભારતીય જનતા પાર્ટીની વિકાસ શૈલી જોઈને જ આજે ભારતીય જનતા પાર્ટીમાં અમે જોડાયા છે.અંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વર્ષ 2012 અને 2022માં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર હરીશ વસાવા અને જયંતીભાઈ પોતાના 150 જેટલા કાર્યકર્તાઓ જોડે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.હરેશભાઈ વસાવા વિધાનસભામાં બે વાર ઉમેદવાર રહી ચૂક્યા છે.એક વખત જિલ્લા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે.એટલું જ નહીં પરંતુ હાલમાં તેઓ પ્રદેશમાં મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા.
તેમના વિસ્તારના ઉત્કર્ષ અને લોકોના વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસલક્ષી જે યાત્રા ચાલી રહી છે.તેનાથી પ્રભાવિત થઈ તેઓ આજે પોતાના 150 કાર્યકર્તાઓ જોડે ભાજપમાં જોડાયા છે.જ્યાં હરેશ વસાવા અને તમામ કાર્યકર્તાઓનું હું સ્વાગત કરું છું.હરેશ વસાવા ને લાગ્યું કે ભવિષ્ય માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલું છે.જે રીતે પ્રધાનમંત્રી દેશને આગળ લઈ જઈ રહ્યા છે,ત્યારે તેમના નેતૃત્વથી પ્રભાવિત થઈ તેમણે આ નિર્ણય કર્યો છે.