દહેરાદૂન, તા. 15 માર્ચ 2022 મંગળવાર : ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પ્રદેશ કોંગ્રેસમાં ઘમાસાણ મચી છે.કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રંજીત રાવતે વરિષ્ઠ પાર્ટી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત પર રૂપિયા લઈને ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો છે.તેમણે કહ્યુ કે ટિકિટ ના મળવા પર લોકો હરીશ રાવતને શોધી રહ્યા છે.
આ ગંભીર આરોપો પર મંગળવારે હરીશ રાવતનુ દર્દ છલકાયુ.તેમણે ટ્વીટ કરી કહ્યુ,હુ ભગવાનને પ્રાર્થના કરુ છુ કે કોંગ્રેસ મને પાર્ટીમાંથી બહાર કાઢી દે.હોલિકા દહન અને હરીશ રાવત રૂપી બુરાઈનુ પણ આ હોલિકામાં કોંગ્રેસે દહન કરી દેવુ જોઈએ.
હરીશ રાવતે કહ્યું કે પદ અને પાર્ટી ટિકિટ વેચવાનો આરોપ ઘણો ગંભીર છે.જો તે આરોપ એવા વ્યક્તિ પર લગાવવામાં આવી રહ્યો છે જે મુખ્યમંત્રી રહ્યા હોય,જે પાર્ટીના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે,જે પાર્ટીના મહાસચિવ રહી ચૂક્યા છે અને કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય છે અને આરોપ લગાવનાર વ્યક્તિ પણ ગંભીર પદ પર બિરાજમાન હોય.
તે વ્યક્તિ દ્વારા લગાવવામાં આવેલા આરોપને એક અત્યધિક મહત્વપૂર્ણ પદ પર વિદ્યમાન વ્યક્તિ દ્વારા અને તેમના સમર્થકો દ્વારા પ્રચારિત-પ્રસારિત કરાવવામાં આવી રહ્યુ હોય તો આ આરોપ વધુ પણ ગંભીર થઈ જાય છે.આ આરોપ મારી પર લગાવવામાં આવ્યો છે.હુ ભગવાનને પ્રાર્થના કરુ છુ કે કોંગ્રેસ પાર્ટી મારા પર લાગેલા આ આરોપના આલોકમાં મને પાર્ટીમાંથી નિષ્કાસિત કરે.