અમદાવાદ : દેશની ટોચની ખાનગી બેંક, કોટક મહિન્દ્રા બેંકમાં પ્રમોટર ઉદય કોટકે હિસ્સેદારી ઘટાડવા માટે વાટાઘાટો શરૂ કરી છે.ઉદય કોટકને RBI અને બાદમાં હાઈકોર્ટે નિર્ધારિત લેવલની નીચે પોતાની હિસ્સેદારી લાવવા આદેશ કર્યો છે.
હિસ્સેદારીના વેચાણ માટે ઉદય કોટકના નેજા હેઠળની કોટક બેંક QIP બહાર પાડશે. એક અહેવાલ અનુસાર આગામી સપ્તાહે કોટક બેંકનો QIP બજારમાં આવશે.તાજેતરમાં જ મ્યુચ્યુઅલ ફંડ સહિતના DII અને વિદેશી રોકાણકારો સમક્ષ રોડ શો થયો હતો અને અંતે ખરીદાર મળતા ઉદય કોટકે હિસ્સેદારી વેચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
QIPsને હાલ રેગ્યુલેટરી મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. RBI અને સેબીની પરવાનગી બાદ કોટક બેંક આ ભરણાની આધિકારીક જાહેરાત કરી શકે છે,તેમ CNBCએ જણાવ્યું છે.QIP હેઠળ કોટક બેંકના 5થી 7 કરોડ શેર વેચવામાં આવશે. અગાઉ RBIએ ઉદય કોટકને તેમના નેજા હેઠળની કોટક મહિન્દ્રા બેંકમાં હિસ્સેદારી નીતિ-નિયમો મુજબ ઘટાડવા આદેશ કર્યો હતો.સૂત્રોએ આપેલ માહિતી અનુસાર ગોલ્ડમેન સાક્સ, મોર્ગન સ્ટેનલી અને SBI કેપિટલ આ ક્યુઆઈપીના બેંકર હશે.


