નવી દિલ્હી,
કોટક મહિન્દ્રા બેન્કે ચાલુ મહિનામાં સેવિંગ્સ ડિપોઝીટ પરના વ્યાજના દરમાં બીજી વાર ઘટાડો કર્યો છે.નવા દર 20 એપ્રિલને સોમવારથી અમલી થઈ ગયા છે.અગાઉ 1 એપ્રિલે પણ તેણે વ્યાજના દર ઘટાડ્યા હતા. બેન્કે રવિવારે તેના તમામ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટધારકોને મોકલાવેલા ઈ-મેલમાં કહ્યું છે કે બચત ખાતામાં હવે રોજના 1 લાખ રૂપિયાથી વધુ રકમ જમા હશે તેમને 4.5 ટકા વ્યાજ મળશે અને 1 લાખ રૂપિયાથી ઓછી રકમ જમા હશે તેમને 3.75 ટકા વ્યાજ મળશે.બેન્કના પ્રવક્તાએ કહ્યું હતું કે વ્યાજના દર સતત ઘટી રહ્યા છે અને તેને કારણે બેન્કે પણ વ્યાજદર ઘટાડ્યા છે.તેનાથી બેન્કનો કોસ્ટ ઓફ ફંડ્સ ઘટશે અને તેનો લાભ તે લોનધારકોને આપશે.