મુંબઈ,
ખાનગી ક્ષેત્રની બેન્ક કોટક મહિન્દ્રા બેન્કના બોર્ડે શેર ઈશ્યૂ કરીને ~7500 કરોડ ઊભા કરવાની મંજૂરી આપી દીધી છે.આ શેર ઈશ્યૂ દ્વારા પ્રમોટર ગ્રુપનો હિસ્સો 3.4 ટકા જેવો ઘટશે અને તેને કારણે રિઝર્વ બેન્કે જે આદેશ કર્યો છે તે મુજબ હિસ્સો થઈ જશે.બેન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઉદય કોટકની આગેવાનીમાં પ્રમોટર ગ્રુપે રિઝર્વ બેન્કના આદેશ મુજબ ઓગસ્ટ સુધીમાં તેમનો હિસ્સો ઘટાડીને 26 ટકા કરવો જરૂરી છે.ડિસેમ્બરમાં તે 30 ટકા હતો. કોટક મહિન્દ્રા બેન્ક ~5ની ફેસવેલ્યૂનો એક એવા 6.5 કરોડ શેર પ્રાઈવેટ પ્લેસમેન્ટ, એફપીઓ,ક્યૂઆઈપી દ્વારા વેચશે તેમ તેણે એક્સચેન્જને જણાવ્યું છે. કોટક બેન્કનો શેર બુધવારે બીએસઈ પર જે ભાવે બંધ રહ્યો હતો તે મુજબ 6.5 કરોડ શેરનું મૂલ્ય ~7481 કરોડ થાય છે.