(પીટીઆઇ) કોટા(રાજસ્થાન), તા. ૨૦ : રાજસ્થાનના કોટામાં રવિવાર વહેલી સવારે જાનૈયાઓને લઇ જતી કાર ચંબલ નદીમાં ખાબકતા વરરાજા સહિત કુલ ૯ લોકોનાં મોત થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.ડ્રાઇવરે અંકુશ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઇ હતી.તેઓ લગ્ન માટે મધ્ય પ્રદેશ જઇ રહ્યાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો.
રાજ્ય સરકારે મૃતકના પરિવારજનોને બે લાખ રૃપિયા અને બં કે થી વધારે સભ્યો ગુમાવનારા પરિવારને પાંચ લાખ રૃપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
સુપ્રિટેન્ડ ઓફ પોલીસ(શહેર) કેસર સિંહ શેખાવતના જણાવ્યા અનુસાર ડ્રાઇવરને ઝોંકુ આવી જતા તેણે કાર પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું.જેના કારણે કાર વહેલી સવારે નયાપુરા પોલીસ સ્ટેશનની હદમાં નદીમાં ખાબકી હતી.
તેમના જણાવ્યા અનુસાર પોેલીસને સવારે ૭.૫૦ વાગ્યે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.જેના પગલે બચાવ અભિયાન શરૃ કરવામાં આવ્યું હતું.શેખાવતના જણાવ્યા અનુસાર બચાવ અભિયાનની શરૃઆતમાં સાત અને પછી બે એમ કુલ ૯ મૃતદેહો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં.
ેઆ જાનૈયાઓ રાજસ્થાનના સવાઇ માધેપુર જિલ્લાના ચૌથ કા બરવાડા ગામમાંથી લગ્ન માટે મધ્ય પ્રદેશના ઉજજૈન જઇ રહ્યાં હતાં.

