ઈસ્લામાબાદઃ પાકિસ્તાનએ થોડા દિવસો પહેલા એવું કબૂલી લીધું હતું કે મોસ્ટવોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમનું ઘર કરાચીમાં જ છે.હવે પાકિસ્તાનની એક અભિનેત્રી મેહવિશ હયાત અને દાઉદના સંબંધોને લઈને પાકિસ્તાની મીડિયામાં ઘણી ચર્ચા છે.મેહવિશને પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં ‘ગેંગસ્ટર ગુડિયા’ના નામથી બોલાવવામાં આવી રહી છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે દાઉદની નવી પ્રેમિકા છે.
પાકિસ્તાનના મીડિયા મુજબ,મેહવિશને દાઉદના દબાણમાં અનેક ફિલ્મોમાં કામ મળ્યું છે.પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જ લોકોએ મેહવિશનું આ રહસ્ય ખોલ્યું છે અને જણાવ્યું છે કે કેવી રીતે તેમને દાઉદ તરફથી મળેલી ધમકીઓને કારણે મેહવિશને કામ આપવા માટે મજબૂર થવું પડ્યું છે.સૂત્રો મુજબ,મેહવિશના સંપર્ક માત્ર અંડરવર્લ્ડ જ નહીં પરંતુ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ અને ત્યાં સુધી કે સીધા વડાપ્રધાન ઈમરાન ખાન સાથે પણ છે.ગયા વર્ષે મેહવિશ હયાતને પાકિસ્તાનના નાગરિક પુરસ્કારો પૈકી એક તમગા-એ-ઇમ્તિયાઝથી નવાજવામાં આવી હતી.એવો આરોપ છે કે દાઉદ ઈબ્રાહિમના દબાણમાં જ સરકારે તેને આ પુરસ્કારથી સન્માનિત કરી હતી.

નોંધનીય છે કે,મેહવિશને ઇન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસને બદલે હોટ આઇટમ નંબર્સ માટે ઓળખવામાં આવે છે.હયાત પાકિસ્તાનની ટોપ સિંગિંગ સ્ટાર પણ છે અને અનેકવાર ઇન્ડસ્ટ્રીના મોટા કાર્યક્રમ હોસ્ટ કરતી જોવા મળી છે.મીડિયા રિપોર્ટ્સ મુજબ,હયાતને પાકિસ્તાની ફિલ્મોમાં આઇટમ નંબર કર્યા બાદ પ્રસિદ્ધિ મળી હતી.ત્યારબાદ તે દાઉદ ઈબ્રાહિમના સંપર્કમાં આવી.દાઉદના દબદબાના કારણે તેને કેટલીક હાઇ બજેટ ફિલ્મો મળી.દાઉદના કરાચી અને લાહોરમાં અનેક મોટા પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર સાથે સંબંધ છે કારણ કે તે તેમની ફિલ્મોમાં ફાઇનાન્સ કરે છે.
મેહવિશે ટ્વિટર પર કરી સ્પષ્ટતા : દાઉદ ઈબ્રાહિમ સાથેના સંબંધોની વાત સામે આવ્યા બાદ મેહવિશે ટ્વિટર પર સ્પષ્ટતા કરી છે.ટ્વિટર પર ટ્રોલ થયા બાદ હયાતે કહ્યું હતું કે તેની વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.તેણે દાઉદની સાથે પોતાના સંબંધોને નકારતાં કહ્યું કે જે લોકોને તેનાથી ઈર્ષ્યા આવે છે તેઓએ જ આ અફવા ફેલાવી છે.જોકે બાદમાં તેણે આ ટ્વિટ ડિલિટ કરી દીધું હતું.મેહવિશ કાશ્મીર મુદ્દે પણ સતત ભારતીય સેનાને નિશાન બનાવીને ટ્વિટ કરતી રહે છે.


