ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા નો કાર્યકાળ પૂર્ણ થવાનો છે ત્યારે હવે રાજ્યના નવા પોલીસ વડા તરીકે કોણ હશે તેની અટકળો ચાલી રહી છે.ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાની વી નિવૃત્તિ બાદ સરકાર ધ્વારા તેમનો કાર્યકાળ લંબાવાયો હતો. 31 જુલાઈ 2020 ના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા ની નિવૃતિ બાદ 1985 બેચના આશિષ ભાટિયાની નિમણૂક કરાઇ હતી.આશિષ ભાટિયાનો કાર્યકાળ હવે પૂર્ણ થવાનો છે ત્યારે આગામી સમયમાં ગુજરાતનાં પોલીસ વડા કોણ હશે તેને લઈ પોલીસ બેડામાં ચર્ચાએ જોર પકડયું છે.
થોડા સામે અગાઉ આશિષ ભાટિયા એ પોતાના સ્વાસ્થ્યને લઈ સરકાર પાસે પોળી વડા પદેથી હટવા માટે રજૂઆત કરી હતી પણ 2022 વિધાનસભાની ચુંટણી નજીક હોવાથી સરકારે તેમનો કાર્યકાળ આઠ માસ જેટલો વધારી દીધો હતો.તેમનો કાર્યકાળના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ માસના અંત સુધીમાં નવા નામ ની જાહેરાત થઈ શકે છે.
સંભવિત નામ :
આઇપીએસ અધિકારી બેચ હાલ ફરજ કયા
– સંજય શ્રીવાસ્તવ 1987 પોલીસ કમિશનર,અમદાવાદ
– વિકાસ સહાય 1989 ડીજીપી,પોલીસ ટ્રેનિંગ
– અજય તોમર 1989 પોલીસ કમિશનર,સુરત
– મનોજ અગ્રવાલ 1991 એસઆરપીએફ ટ્રેનિંગ સેન્ટરના વડા
– અનિલ પ્રથમ 1989 ડીજીપી,વુમન સેલ
– પ્રવીણ સિન્હા 1987 અડિશનલ ડિરેક્ટર, સીબીઆઇ
– અતુલ કરવાલ 1988 એનડીઆરએફના વડા
ગુજરાતનાં નવા પોલીસ વડા બનવામાં હાલ સૌથી વધારે ચર્ચામાં કોઈ નામ હોય તો એ અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ છે,સંજય શ્રીવાસ્તવ 1987 બેચના આઇપીએસ અધિકારી છે.આશિષ ભાટિયા બાદ સિનિયોરિટી પ્રમાણે પણ તેમનું જ નામ આવે છે.સંજય શ્રીવાસ્તવ ના નિવૃત્તિમાં છ મહિનાથી પણ ઓછો સામે બાકી રહ્યો છે પરંતુ સરકાર તેમનો કાર્યકાળ વધારીને પણ રાજ્યના નવા પોલીસ વડા બનાવી શકે છે.જાન્યુઆરી ના અંત સુધીમાં ગુજરાત રાજ્યને નવા પોલીસ વડા મળી જશે.