By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોતરપુર નદીના પટમાં દારૂની ભઠ્ઠી પર PCBના દરોડા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કોતરપુર નદીના પટમાં દારૂની ભઠ્ઠી પર PCBના દરોડા
AhmedabadGeneral

કોતરપુર નદીના પટમાં દારૂની ભઠ્ઠી પર PCBના દરોડા

HM News
Last updated: 20/06/2022 6:55 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : એક તરફ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દારૂ મુક્ત અમદાવાદ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.તેમણે શહેર પોલીસને દારૂ-જુગારના આડ્ડાઓ બંધ કરાવી દેવા માટે આદેશ આપી ખાસ કવાયત શરૂ કરાવી છે.ત્યારે જ એરપોર્ટ પોલીસે પોતાની હદમાં દેશી દારૂની ભઠ્ઠીઓ શરૂ કરાવી દીધી હતી.જે અંગેની વિગતો પીસીબી પી.આઇ.તરલ ભટ્ટને મળી હતી.જેને પગલે પીસીબીની ટીમે કોતરપુર નજીક નદીના પટમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડીને જમીનમાં દાટેલા ૧૦૦ પીપ ભરીને દેશી દારૂનો વોશ અને મોટા પ્રમાણમાં અખાદ્યા ગોળ કબજે લીધો હતો.જ્યારે દારૂની ભઠ્ઠી ચલાવતા બે બૂટલેગરોની તલાશ શરૂ કરી છે.

અમદાવાદ એરપોર્ટ પોલીસ મથક જાણે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના તાબામાં ના હોય તેવો ઘાટ થયો છે.શહેરભરમાં દારૂનું દૂષણ ધીરે ધીરે દૂર થઇ રહ્યું છે.ત્યારે જ એરપોર્ટ પોલીસે કોતરપુર નદીના પટમાં દેશી દારૂની ભઠ્ઠીઓ શરૂ કરાવી હતી.શહેર પોલીસ અને તમામ એજન્સીઓ હાલ રથયાત્રાના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી એરપોર્ટ પોલીસે કમિશનરના આદેશનું ઉલ્લંઘન કરી દારૂની ભઠ્ઠીઓ શરૂ કરાવી દીધી હતી.જોકે દારૂની ભઠ્ઠીઓ શરૂ થઇ ગઇ હોવાની વિગતો પીસીબી પોલીસ ઇન્સ્પેકટર તરલ ભટ્ટ અને તેમની ટીમને મળી હતી.જેને પગલે તેમણે રેડ કરીને મોટા પ્રમાણમાં દેશી દારૂ માટેના પદાર્થો ઝડપી લીધા હતા.જ્યારે કમલાબેન ભરવસિંહ માલાવત અને ધર્મેન્દ્ર ઉર્ફે શેરૂ ભવરસિંહ મલાવત(બન્ને રહે.નોબલનગર,અમદાવાદ)ને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.

જર્મન ટેટૂ આર્ટિસ્ટની અર્ધનગ્ન હાલતમાં પરેડ કરાવનાર હમાસના આતંકીને ઈઝરાયેલે ઢાળી દીધો
દેશના શાસકોને માફી માંગવાની ટેવ પડી ગઈ છે, પીએમ અને ગૃહ મંત્રી પર શિવસેનાનો મોટો હુમલો
મહારાષ્ટ્ર કેબીનેટ વિસ્તરણ : કાલે 14 મંત્રીઓનાં શપથ ગ્રહણ
અમદાવાદમાં 27 વર્ષના દીકરાની માતા પ્રેમમાં પડી, પરિવારને ખબર પડતાં સંબંધ કાપ્યો તો પ્રેમી ઉશ્કેરાયોને થયું એવું કે જાણીને ચોંકી જશો…..
શ્રદ્ધા બર્ગરથી લઈને આફતાબ ફ્રિજ ફેક્ટરી સુધી, ઈસ્લામિક કટ્ટરપંથીઓ દલિત યુવતીની હત્યાનો આનંદ લઈ રહ્યા છે…
Share This Article
Facebook Email Print
Previous Article રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 નવા કેસ, 131 દર્દી રિકવર અને શૂન્ય મોત
Next Article વરસાદની ત્રણ સિસ્ટમ સર્જાઇ, ચાર દિવસ દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up