રાજ્યમાં જે ઘડીની રાહ જોવામાં આવી રહી હતી તેનો આખરે અંત આવ્યો છે.ભાજપે પ્રચંડ બહુમત સાથે ફરી એકવખત સત્તા પોતાના નામે કરી છે.ત્યારે આ સાથે જ ભાજપ માટે 156 નેતાઓ જીતી આવ્યા છે.તેના માટે કેન્દ્રીય નેતાઓ તેના સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની પણ મોટી જવાબદારી નિભાવવાની છે.આ સમીકરણ સાથે ભાજપની નજર 2024ના લોકસભાની ચૂંટણી પર પણ રહેશે જેમાં જે 26 માંથી 26 બેઠકો જીતવાના સાથે આગળ વધશે.
મંત્રીમંડળમાં સ્થાન માટે ભાજપના કેન્દ્રીય ટીમે તમામને સાથ રાખવાની સાથે સાથે જ્ઞાતિ આધારિત સમીકરણો અને ચારેય (ઉત્તર,મધ્ય,દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ) ક્ષેત્રમાં મંત્રીઓનું પ્રભુત્વ રહે તેની પણ નજર રાખવી પડશે.સાથે જ હાલ જીતેલા ઉમેદાવરમાં જે મંત્રી પદ માટે પ્રબળ દાવેદાર છે.
કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં સંભવિત નામો
રાજ્યના નવા કેબિનટ કક્ષાના મંત્રીઓમાં સૌથી પ્રબળ દાવેદારોની જો વાત કરવામાં આવે તો હર્ષ સંઘવી,શંકર ચૌધરી,ઋષિકેશ પટેલ,જીતુ વાધાણી,પૂર્ણેશ મોદી,રાધવજી પટેલ,કનુભાઇ દેસાઇ,કિરીટસિંહ રાણા,શંભુનાથ ટુંડીયા,ગણપત વસાવા,જયેશ રાદરીયા,કુવરજી બાવળીયાનો સમાવેશ થઇ શકે છે.કારણ કે, આ તમામ ધારાસભ્ય અગાઉ કેબિનેટ કક્ષાના મંત્રીની જવાબદારી નિભાવી ચુક્યા છે અને તમામ નેતા કેન્દ્રીય નેતાઓના નજીક પણ છે.આ ઉપરાંત રાજ્ય કક્ષમાં જગદીશ વિશ્વકર્મા,અમિત ઠાકર,અલ્પેશ ઠાકોર,દેવા માલમ,સંગીતા પાટીલ,મોહન ઢોડીયા,આર.સી પટેલ,જે.વી કાકડીયા,અક્ષય પટેલ,દર્શિતા શાહને પણ સ્થાન મળી શકે છે.રાજ્ય કક્ષાના મંત્રી મંડળમાં મંત્રીઓ રિપીટ થઇ શકે છે.જ્યારે કેટલાંક નવા ચહેરાને સ્થાન મળી શકે છે.જેમાં વિવિધ નામોની હાલ ચર્ચા જોર રહ્યા છે.
પાટીદારોનું પણ રહી શકે છે પ્રભુત્વ
પાટીદાર ધારાસભ્યોની વાત કરીએ તો, રાધવજી પટેલ,જીતુ વાધાણી,જે.વી કાંકડીયા,અક્ષત પટેલ,ઋષિકેશ પટેલ,જયેશ રાદરીયાને 2022ના મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે.ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં રાખીને 5 થી 6 જેટલા પાટીદાર સમાજના ધારાસભ્ય જેમાં લેઉવા અને કડવા પાટીદારની સમતુલતા જળવાય તે રીતે સ્થાન આપી શકે છે.
ઓબીસી ધારાસભ્યને પણ સ્થાન
ઓબીસી સમાજની વાત કરીએ તો અલ્પેશ ઠાકોર,કુવરજી બાવળીયા,બચુભાઇ ખાબડ,પૂર્ણેશ મોદી,આર. સી પટેલ અને ભરત પટેલને સ્થાન મળી શકે છે.આવનાર લોકસભા ચુંટણીને અમુલક્ષીને ઓબીસી સમાજને નેતૃત્વ મળે તે હેતુથી 6 થી 7 જેટલા ઓબીસી ધારાસભ્યને મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે.
તમામ સમાજને સાથે રાખાવની કવાયત
અન્ય સમાજમાંથી વાત કરીએ તો,જૈન સમાજમાંથી હર્ષ સંધવી,ક્ષત્રિય સમાજમાંથી કિરીટસિંહ રાણા,બ્રાહ્મણ સમાજમાંથી અમિત ઠાકર આદિવાસી સમાજમાંથી ગણપત વસાવા,મોહન ઢોડીયા,એસસી સમાજમાંથી રમણભાઇ વોરા,શંભુનાથ ટુડીયાને મંત્રી મંડળમાં સમાવેશ કરીને જ્ઞાતિ આધારીત સમીકરણોમાં સમતુલા ભાજપ જાળવશે તેવી સંભાવના જોવા મળી રહી છે.
વિધાનસભાના અધ્યક્ષ માટે પણ નામ લગભગ નક્કી
2022ની પરિણામો આધારે વિધાનસભાના અધ્યક્ષના પ્રબળ દાવેદાર રમણભાઇ વોરા છે.તેથી ભાજપ તેમને અધ્યક્ષની જવાબદારી સોંપી શકે છે.મુખ્ય દંડક તરીકે પંકજ દેસાઇને સ્થાન મળી શકે છે.આ ઉપરાંત ઉપ નાયબ દંડક તરીકે ભરત પટેલને સ્થાન મળી શકે છે.જેઠાભાઇ ભરવાડને દંડક તરીકે સ્થાન મળી શકે છે.