– 9.95 કરોડ ચૂકવ્યા છતા 3.36 કરોડની વ્યાજખોરોની ઉઘરાણી
– ફરિયાદીની મિલકત પચાવી લેવા આપી ધમકી
અમદાવાદ, 23 જાન્યુઆરી સોમવાર 2023 : રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા હાલ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે.જેને લઈ મોટાભાગના શહેરોમાં પોલીસ દ્વારા પોત પોતાના વિસ્તારમાં લોકદરબાર યોજવામાં આવી રહ્યા છે.જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા લોકોએ પોલીસ મથકે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.જેને લઈ પોલીસ દ્વારા અમદાવાદમાં કરોડોની વ્યાજખોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.રાઈસ મિલના માલિક પાસેથી કરોડોનું વ્યાજ વસૂલ કરનાર ત્રણ વ્યાજખોરોની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે.જેમાંથી જયેન્દ્ર સિંહ પરમાર નામનો આરોપી કોંગ્રેસના શહેર પ્રવક્તા તરીકેની જવાદારી નિભાવી રહ્યો હોવાનું સામે આવતા ખડભળાટ મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાઈસ મિલના માલિકે ક્રાઈમ બ્રાન્ચના ઈકોનોમિક્સ ઓફેન્સ વિંગમાં મહિલા સહિત છ આરોપીઓ વિરુદ્વ ગુનો દાખલ કરાવ્યો હતો.ફરિયાદીના રૂપિયા જમીનમાં રોકાઈ જતા તેણે વ્યાજે પૈસા લીધા હતા.ત્યારે વ્યાજખોરોએ 10 થી 40 ટકા સુધીનું વ્યાજ વસૂલ્યું હોવાનું સામે આવ્યું છે.ત્યારે પીડીતે રૂ.3.78 કરોડની સામે 9.95 કરોડ ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે.ત્યારે 9.95 કરોડ ચૂકવવા છતા રૂ.3.36 કરોડની વ્યાજખોરો ઉઘરાણી કરી રહ્યા છે અને ફરિયાદીની મિલકત પચાવી લેવા ધમકી આપી રહ્યા હતા.જેથી પોલીસે આ અંગે ઈકોનોમિક્સ ઓફેન્સ વિંગમાં મહિલા સહિત છ આરોપીઓ વિરુદ્વ ફરિયાદ દાખલ કરી હતી.જેમાંથી ઈકોનોમિક્સ ઓફેન્સ વિંગે કોંગ્રેસ પ્રવક્તા જ્યેન્દ્રસિંહ પરમાર સહિત ત્રણ આરોપીને ઝડપી લીધા છે. જ્યારે વિજ્ય ઠક્કર,નરેન્દ્ર ઉર્ફ મુન્નો ભરવાડ અને જાગૃત રાવલ ફરાર હોવાથી શોધખોળ જારી છે.
મહત્વનું છે કે, રાઈસ મિલના માલિક પાસેથી કરોડોનું વ્યાજ વસૂલ કરનાર ત્રણ વ્યાજખોરોની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે.જેમાંથી જયેન્દ્ર સિંહ પરમાર નામનો આરોપી કોંગ્રેસના શહેર પ્રવક્તા તરીકેની જવાદારી નિભાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.ઉપરાંત આજ આરોપી નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર પણ હોવાનું સામે આવ્યું છે.જેથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.સાથે જ હેલ્થ કેર કંપનીની સીઈઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
ત્રણ આરોપીની ધરપકડ કરી તપાસ કરતા પોલીસને આરોપીઓના ઘરેથી 20 કોરા ચેક,11 પ્રોમેશરી નોટ,4 કોરા સ્ટેમ્પ,ડેઈલી વ્યાજના હિસાબની ડાયરી અને વાઉચરો મળી આવ્યા છે.જેમાથી નિરાલીના ઘરેથી 15 લાખની રિસિપ્ટ મળી છે.જાગૃત રાવલ ના ઘરેથી 20 કોરા ચેક,પ્રોમેશરી નોટ સહીતના દસ્તાવેજી પુરાવા કબ્જે કર્યા છે.આ ગુનામાં ફરાર આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્ના ભરવાડે 92 લાખની સામે 40% વ્યાજ વસૂલી ત્રણ કરોડ 61 લાખ તથા મણીપુર ગામનો પ્લોટ પણ પોતાના નામે કરાવી લીધો હતો.જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે..


