કોન્સર્ટ દરમિયાન વારંવાર પરસેવો લુછી રહ્યા હતા KK, જુઓ કઈ રીતે લઈ ગયા હતા બહાર

HM News
1 Min Read

નવી દિલ્હી : તા.01 જૂન 2022,બુધવાર : ફેમસ સિંગર કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નથ માત્ર 53 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી ગયા છે.કોલકાતા ખાતે એક કોન્સર્ટ બાદ કેકેની તબિયત બગડી હતી અને હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હોવાનું કહેવામાં આવ્યું હતું.કોલકાતામાં આવેલા નઝરૂલ મંચ નામના ઓડિટોરિયમ ખાતે ગુરૂદાસ કોલેજના ફેસ્ટિવલ દરમિયાન કેકેએ પ્રોગ્રામ આપ્યો હતો.કેકે સ્ટેજ પરથી ગીત ગાઈ રહ્યા હતા અને ચારે બાજુ રોશની ઝળહળી રહી હતી.વચ્ચે વચ્ચે તેઓ વારંવાર રૂમાલ વડે પોતાનો ચહેરો અને માથા પરથી પરસેવો લૂછી રહ્યા હતા.તેઓ સતત ચહેરો અને માથું લૂછીને થોડું પાણી પીતા હતા અને નવું ગીત શરૂ કરતા હતા.આ દૃશ્ય લાઈવ શોના વીડિયોમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે.ત્યાર બાદ કેકેને જ્યારે છાતીમાં દુઃખાવો ઉપડ્યો ત્યારે તેમને કોન્સર્ટમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા.તે સમયનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં જોઈ શકાય છે કે,કેકે નર્વસ છે અને 2 લોકોએ તેમને બંને બાજુથી પકડ્યા છે અને તેઓ ચાલીને ઉતાવળમાં બહાર નીકળી રહ્યા છે.ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે,આટલી મોટી કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોઈ પણ પ્રકારની પેરામેડિકલ સેવા ઉપલબ્ધ નહોતી અને ગાયકને કાર્ડિયાક અરેસ્ટ વખતે સ્ટ્રેચરના બદલે ચલાવીને બહાર લઈ જવામાં આવ્યા તે બેદરકારી જ કહી શકાય.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *