ઇન્દોર : પ્રખ્યાત કોમેડિયન મુનાવર ફારુકીની હિન્દૂ દેવી દેવતાઓ વિષે કોમેન્ટ કરવા બદલ તથા ન્યુઇયર પાર્ટીમાં કોવિદ -19 પ્રોટોકોલનો ભંગ કરવા બદલ 1 જાન્યુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી છે.મુનાવર ફારુકી તથા તેની સાથેના અન્ય 4 કોમેડિયનને 13 જાન્યુઆરી સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.તેમણે માંગેલા જામીન વિરુદ્ધ સરકારી એડવોકેટે જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં પણ આવા કારણોસર કેસ નોંધાયેલો છે.તેથી નામદાર કોર્ટએ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ તેમના જામીન નામંજૂર કર્યા હતા તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.