– લોકડાઉન રહે કે ન રહે, લાંબો સમય માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સીંગ જરૂરીઃ મહામારીએ મોજના માર્ગ અવરોધ્યા : ભીમ અગીયારસ (૩ જૂન), અષાઢી બીજ (ર૩ જૂન), ગુરૂપૂર્ણિમા (પ જુલાઇ), જન્માષ્ટમી (૧ર ઓગષ્ટ), ગણેશોત્સવ (રર ઓગષ્ટ), નવરાત્રિ (૧૭ ઓકટોબર)ની પરંપરાગત ઉજવણી વિશે અનિશ્ચિતતા
રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે.દર વર્ષે એપ્રિલ-મેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ વેકેશનની મોજ માણતા હોય છે.આ વખતે કોરોનાલક્ષી લોકડાઉનમાં ફસાઈ ગયા છે.દોઢેક મહિનાથી વેપાર-ધંધા બંધ છે.શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન પડી ગયુ છે.૧૭ મે સુધી લોકડાઉન જાહેર કરાયેલ છે ત્યાર પછી શું થશે? તે કોઈ શકે તેમ નથી.લોકડાઉન રહે કે ન રહે સોશ્યલ ડીસ્ટન્સીંગની જરૂરીયાત લાંબો રહેશે.જમ વેકેશન બગડયુ તેમ નજીકના ભવિષ્યના તહેવારો પણ બગડે તેવા એંધાણ છે.
જરાતમાં વિવિધ તહેવારોની ભવ્ય ઉજવણી થતી હોય છે.કોઈપણ તહેવારની ઉજવણીમાં જનસમુદાય ભેગો થાય તે સ્વભાવિક છે.કોરોના વ્યકિતથી વ્યકિત સુધી ફેલાતો રોગ છે.તેનાથી બચવા માટે લોકો વચ્ચે યોગ્ય અંતર જાળવવું જરૂરી છે વારંવાર સાબુથી હાથ ધોવા તેમજ મોઢે માસ્ક બાંધવાની જરૂરીયાત પર ખાસ ભાર મુકવામાં આવે છે.કોરોનાની રસી ન શોધાય અથવા બીજો કોઈ ચમત્કાર ન થાય તો આ રોગ લાંબો સમય સુધી કેડો મુકે તેમ નથી.તા.૨ જૂને ભીમ અગીયારસ છે.તેના બીજા દિવસે વડસાવત્રી વ્રતનો દિવસ છે.૨૩ જૂને મંગળવારે અષાઢી બીજ છે.અમદાવાદ સહિત વિવિધ શહેરો અને ગામોમાં અષાઢી બીજની ભવ્ય રથયાત્રા નિકળતી હોય છે.અત્યારે કોરોનાની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ અમદાવાદની છે.તા.૫ જુલાઈએ ગુરૂપૂર્ણિમા છે.૭મી જુલાઈએ શ્રાવણ મહિનો શરૂ થશે.૩ ઓગષ્ટે રક્ષા બંધન છે.૧૨ ઓગષ્ટે જન્માષ્ટમી છે.૭ ઓકટોબરે નવરાત્રી પ્રારંભ થશે.૨૬ ઓકટોબરે દશેરા છે.આ બધા તહેવારો ગુજરાતમાં ધામધૂમથી ઉજવાઈ છે.કોરોનાના ભવિષ્ય બાબતે કોઈ કંઈ કહી શકે તેમ નથી. રામનવમી,હનુમાન જયંતિ વગેરે પ્રસંગો ઘરે બેઠા જ ઉજવવા પડયા છે.આવતા ૩ – ૪ મહિનામાં આવી રહેલા તહેવારોની ઉજવણી અને મેળાઓનું ભવિષ્ય અત્યારની સ્થિતિએ મોટા પ્રશ્નાર્થવાળુ ગણાય છે.એક તરફ જનઆરોગ્ય પર જોખમ છે,બીજી તરફ લોકોના ખિસ્સા ખાલી થઈ ગયા છે.કરૂણ પરિસ્થિતિમાંથી ઈશ્વર ઉગારે તેવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે.


