By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાથી વ્યાપાર ઠપ થયો, અમેરિકન ઇકોનોમીમાં ૨૪%ના ઘટાડાની આશંકા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોનાથી વ્યાપાર ઠપ થયો, અમેરિકન ઇકોનોમીમાં ૨૪%ના ઘટાડાની આશંકા
GeneralInternational

કોરોનાથી વ્યાપાર ઠપ થયો, અમેરિકન ઇકોનોમીમાં ૨૪%ના ઘટાડાની આશંકા

HM News
Last updated: 24/03/2020 12:12 PM
HM News
5 years ago
Share
SHARE

। ન્યૂયોર્ક ।

કોરોના વાઇરસના પ્રકોપને કારણે અમેરિકાની ઇકોનોમી અનિશ્ચિતતાના સમયમાં પસાર થઈ રહી છે. દેશભરમાં વ્યાપાર ઠપ્પ થઈ ગયો છે. વ્યવસાયિક અને આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર ગણાતા ન્યૂયોર્કની સ્થિતિ વધુ ચિંતાજનક છે. આ સ્થિતિ કેટલી હદે બગડશે એ કહી શકાય એમ નથી. ઓક્સફર્ડ ઇકોનોમિક્સના પ્રમુખ અમેરિકન અર્થશાસ્ત્રી ગ્રેગ ડેકોનું કહેવું છે કે, અર્થવ્યવસ્થામાં વર્ષની પહેલી ત્રિમાસિકમાં ૦.૪ ટકા, બીજી ત્રિમાસિકમાં ૧૨ ટકા સુધીનો ઘટાડો આવી શકે છે. અર્થવ્યવસ્થાના આવા હાલ આ પહેલાં ક્યારેય જોવા મળ્યા નથી. ન્યૂયોર્ક સહિત તમામ મુખ્ય શહેરો લગભગ લોકડાઉનમાં છે. ન્યૂયોર્ક રાજ્યમાં જરૂરી સેવાઓ સિવાયના તમામ કામદારોને ઘરમાં જ રહેવા માટે સૂચના અપાઈ છે. યુદ્ધના સમયે પણ એવું સંકટ પેદા થયું હતું. એ મહામંદીથી પણ આગળ જઈ શકે છે.

મોર્ગન સ્ટેન્લી બેન્કની મુખ્ય અર્થશાસ્ત્રી એલન જેટનર કહે છે કે, પહેલાં ક્યારેય પણ કોઈ મંદી વખતે લોકોને બહાર નીકળવા માટે રોકવામાં આવ્યા ન હતા.

તેમનું કહેવું છે કે મોટી કંપનીઓની સરખામણીએ નાની કંપનીઓ પર જબરદસ્ત માર પડશે. જાન્યુઆરી સુધી ઇકોનોમી પૂરી ગતિથી દોડતી હતી, પણ હવે તે થંભી ગઈ છે.

૨૦ ટકા બેરોજગારીની આશંકા । અમેરિકાના શ્રમ વિભાગે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે બેરોજગારીનો દર વધીને ૩૦ ટકાએ પહોંચી ગયો છે. કંપનીઓ છટણી કરી રહી છે. છટણી કરાયેલા લોકોની સંખ્યા ૨.૮૧ લાખ હતી. હવે એ સંખ્યા તો ખૂબ જ નાની લાગે છે. ગોલ્ડમેન સોક્સનો દાવો છે કે આવતા અઠવાડિયા સુધી આંકડો ૨૨ લાખ ઉપર પહોંચવાનો અંદાજ છે. ડેકોનું કહેવું છે કે બેરોજગારોની દર એપ્રિલમાં ૧૦ ટકા થઈ શકે છે, એ હિસાબે જોઈએ તો ૧.૬૦ કરોડ વ્યક્તિઓ નોકરી ગુમાવશે.

વડોદરામાં માતા લટકતી હતી ને અઢી વર્ષનો પુત્ર રડતો હતો, પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
બુધવારથી શરૂ થશે ભવ્ય શ્રીરામ મંદિરનું નિર્માણ
ઇંદોરમાં લઘુમતી વિસ્તારમાં ટેન્શન
ગાંધીનગરના 6 સર્કલ પાસે સ્કુલવાન પલટી જતા 10 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ પુત્ર આર્યનને NCBની ક્લિન ચીટ
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના: ઘરોમાં સડી રહ્યા છે મૃતદેહો, સ્પેનમાં વૃદ્ધોને ‘મરવા’ માટે છોડી દીધા
Next Article ભારતની મહિલા ડૉક્ટરે કોરોનાનાં 11 દર્દીઓને સાજા કર્યા, ઈન્ફેક્શનથી બચવા સુચવ્યો આ ઉપાય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up