By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાનાં તાંડવથી દુનિયાનાં ફક્ત 10 દેશ જ બચ્યા છે, 185 દેશોમાં હાહાકાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોનાનાં તાંડવથી દુનિયાનાં ફક્ત 10 દેશ જ બચ્યા છે, 185 દેશોમાં હાહાકાર
GeneralInternational

કોરોનાનાં તાંડવથી દુનિયાનાં ફક્ત 10 દેશ જ બચ્યા છે, 185 દેશોમાં હાહાકાર

HM News
Last updated: 21/03/2020 11:11 AM
HM News
5 years ago
Share
SHARE

29 ફેબ્રુઆરી 2020નાં વિશ્વ સ્લાસ્થ્ય સંગઠને કહ્યું હતુ કે કોરોના વાયરસ તમામ દેશોમાં નહીં તો મોટાભાગનાં દેશોમાં ફેલાઈ શકે છે. દુનિયામાં કુલ 195 દેશો છે. આમાંથી 185 દેશોમાં કોરોના વાયરસ ફેલાઇ ચુક્યો છે. એટલે કે હવે ફક્ત 10 દેશ જ બચ્યા છે જ્યાં આ વાયરસ ફેલાયો નથી. આમાં આર્કટિક અને એન્ટાર્ટિકાનું ક્ષેત્ર પણ સામેલ છે. વર્લ્ડોમીટર વેબસાઇટનું માનીએ તો અત્યાર સુધી 185 દેશોમાં કુલ 276,591 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યારે WHOની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયાનાં લગભગ 175 દેશ કોરોનાથી સંક્રમિત છે.

જેમની સ્વાસ્થ્ય સુવિધાઓ સૌથી સારી એ દેશોની હાલત છે સૌથી ખરાબ

આ જીવલેણ વાયરસથી લગભગ 11,419 લોકોનાં મોત થઈ ચુક્યા છે. 91,954 લોકો બીમારીથી રિકવર કરી ચુક્યા છે. દુનિયામાં સૌથી વધારે કેસ જે દેશોમાં આવ્યા છે તે દેશ પોતાની સ્વાસ્થ્ય સુવિધાઓ માટે ઓળખાય છે. આ દેશોની સ્વાસ્થ્ય વ્યવસ્થાની પ્રશંસા કરવામાં આવે છે – ચીન, ઇટાલી, સ્પેન, જર્મની અને અમેરિકા. ચીનમાં અત્યાર સુધી 81008 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. 3255 લોકોનાં મોત થઈ ચુક્યા છે. તો ઇટાલીમાં 47021 લોકો સંક્રમિત છે, જ્યારે 4031 લોકોનાં મોત થઈ ચુક્યા છે.

દુનિયાનાં 195 દેશોમાંથી 185 દેશોમાં કોરોનાનું સંક્રમણ

સ્પેનમાં 21,571 લોકો સંક્રમિત છે, 1093 લોકોનાં મોત થઈ ચુક્યા છે. આ જ રીતે જર્મનીમાં 19848 લોકો સંક્રમિત છે, જ્યારે 68 લોકોનાં મોત થઈ ચુક્યા છે. દુનિયાનાં સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં પણ ઝડપથી કેસ વધી રહ્યા છે. અહીં કુલ 19,778 લોકો સંક્રમિત છે. અહીં અત્યાર સુધી 275 લોકોનાં મોત થઈ ચુક્યા છે. કુલ મળીને મતલબ એ નીકળે છે કે દુનિયાનાં 195 દેશોમાંથી 185 દેશોમાં કોરોનાનું સંક્રમણ તો છે, પરંતુ બાકી બચેલા 10 દેશો ક્યાં સુધી બચી શકશે એ કહેવું મુશ્કેલ છે.

આંતરરાષ્ટ્રિય ઉડાન બંધ

દુનિયાભરનાં દેશોએ આંતરરાષ્ટ્રિય ઉડાન બંધ કરી દીધી છે. બજાર, ઉદ્યોગ બંધ છે. સ્કૂલ, કૉલેજોમાં શિક્ષણ સ્થગિત છે. કોરોડો-અબજોનું નુકસાન થઈ ચુક્યું છે, પરંતુ આ બીમારી સામે લડવા માટે આખી દુનિયા એક થતી જોવા મળી રહી છે. વર્લ્ડોમીટર વેબસાઈટનાં આંકડાઓની પુષ્ટિ સંદેશ નથી કરતુ.

નાના-મોટા ધંધા સદંતર મૃતઃપ્રાય સ્થિતિમાં ધકેલાઈ ગયા હોઈ સુરત પાલિકા દ્વારા વેરા વસૂલાતમાં 50 ટકા રાહત આપવામાં આવે : વિપક્ષ નેતાએ કરી માંગ
બાંગલાદેશમાં ફ્રાન્સનું સમર્થન કરી રહેલા હિન્દુઓના ઘરોમાં કટ્ટરપંથીઓએ આગ લગાડી : ફેસબૂક ઉપર કટ્ટરપંથીઓનો વિરોધ નોંધાવનાર યુવકની પોલીસે ધરપકડ કરી જેલહવાલે કર્યો
કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે યુવાનોના વોટરપાર્કમાં ધૂબાકા
રાષ્ટ્રપતિ ભવનમાં મોદીએ ટ્રમ્પનું સ્વાગત કર્યું, ટ્રમ્પે રાજઘાટ પર બાપૂને શ્રદ્ધાંજલિ અર્પી
સી. કે. રાઉલજીનો શંકરસિંહ વાઘેલાના માધ્યમથી સંપર્ક કરવામાં આવ્યો
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના વચ્ચે પણ કિસ કર્યા વિના ન ચાલો,, આ બોલ્ડ અભિનેત્રીએ બોયફ્રેન્ડ સાથે ફોટો કર્યો શેર
Next Article ભારત સહિત ૧૫ મોટા દેશોને કોરોના ૩૪.૮ કરોડ ડોલરનો ચૂનો ચોપડશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up