– બિઝનેસ પહેલાંની જેમ થાય એના માટે મહિનાઓ લાગશે
નવી દિલ્હી,
કોરોનાના કારણે દુનિયાભરમાં મોટા ભાગના દેશોનું અર્થતંત્ર સ્થગિત થઈ ગયું છે.ચીન અને યુરોપના કેટલાક ભાગમાં અત્યાર સુધીના અનુભવો પરથી જણાય છે કે,કોરોનાના કહેર બાદ અર્થતંત્રને પાટા પર લાવવું સહેલું નહીં હોય.
ફરી જોબ શરૂ કરનારા વર્કર્સ ખપ પૂરતો જ ખર્ચ કરવા માગે છે.કેટલાક શોપ ઓનર્સે તેમની દુકાનો હંમેશા માટે બંધ કરી છે.માસ્ક્સ પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવાનું હજી પણ યથાવત્ છે.લોકોમાં એવો ડર રહ્યો છે કે,જો કોરોના ઉથલો મારશે અને એના લીધે ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે તો એવી સ્થિતિ માટે તેમણે રૂપિયાની બચત કરવી પડશે.
હજી લીડર્સ ફેક્ટરીઝ શરૂ કરવા માટે આતુર છે.ચીનનાં કેટલાંક શહેરોમાં તો લોકોને વિશ્વાસ થાય એ માટે અધિકારીઓ પોતે રેસ્ટોરાંમાં જઈને જમી રહ્યા છે,છતાં લોકો વિશ્વાસ કરવા તૈયાર નથી.અમેરિકામાં લોકોએ તેમના બિલ્સ ચૂકવવા માટે રિલીફ ચેક્સ મેળવવાનું શરૂ કર્યું છે.
રોમમાં કેટલાંક સ્ટોર્સ ફરીથી શરૂ થયા હોવા છતાં અહીં સ્ટ્રીટ્સ વેરાન જોવા મળે છે.વિયેનામાં ક્લોથિંગ સ્ટોરના ઓનર મેરી ફ્કોહિલ્ચે કહ્યું હતું કે, ‘ખાસ્સા સમય સુધી ઘરે રહ્યા બાદ કામ પર પાછા ફરવાથી મારો સ્ટાફ ખુશ છે,પરંતુ અમે મોટા ભાગે ટુરિઝમ પર નિર્ભર છીએ.બિઝનેસ પહેલાંની જેમ થાય એના માટે મહિનાઓ લાગશે.’
ચીનના ઝેન્ગઝુમાં ટ્રક સેલ્સમેન ઝાંગ હુએ ફરી કામ શરૂ કર્યું છે,પરંતુ હવે લોકો ભાગ્યે જ ટ્રક્સ ખરીદતા હોવાના કારણે સ્વભાવિક રીતે તેની કમાણી પર ખૂબ જ અસર થઈ છે.તે કહે છે કે, ‘મને ખ્યાલ જ નથી આવતો કે,સિચ્યુએશન ક્યારે નોર્મલ થશે.’ચોક્કસ જ કોરોનાના કહેરથી મુક્તિ બાદ પણ દેશોએ પોતાના અર્થતંત્રને પાટા પર લાવવા નવી લડાઈ લડવી પડશે.