એક બાજુ જ્યાં સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યાં બીજી બાજુ વરસાદ ધમરોળી રહ્યો છે.જ્યાં જુઓ ત્યાં વરસાદના પાણી ભરાયા છે જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે.સપરત અને આણંદ અને વડોદરામાં સૌથી વધારે ખરાબ સ્થિતિ છે.ગુજરાતમાં તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે.
સુરતની કીમ નદીમાં ઘોડાપૂર. કઠોદરા ગામમાં ફરી વળ્યા નદીના પાણી.કોસંબાની સોસાયટીઓમાં ફરી વળ્યા પાણી.ઓલપાડના કીમ ગામે NDRFની ટીમ તૈનાત ગાયકવાડી માર્ગ પર ફરી વળ્યા નદીના પાણી.કીમ નદીની જળસપાટી 12.17 મીટર.નદીની ભયજનક સપાટી 13 મીટરે પહોંચી છે.
સુરતમાં મીઠી ખાડીના જળસ્તરમાં વધારો થયો છે.લિંબાયત વિસ્તારમાં પાણીનું લેવલ વધ્યું.મીઠી ખાડી અને કમરું નગરના મકાનો અને રોડ પર પાણી.ત્રીજા દિવસે ખાદી નું લેવલ ડેન્જર લેવલ નજીક.ઘટવાની જગ્યાએ પાણી વધી રહ્યું છે.આ વિસ્તાર માથી 100થી વધુ ને રેસ્ક્યુ કરાયા. 300 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા.
ફાયર અને મનપાની ટીમ સ્ટેન્ડ બાય.સુરતની મીઠી ખાડીના જળસ્તરમાં વધારો. લિંબાયતમાં ફરી વળ્યા ખાડીના પાણી.કમરુનગરમાં રહેણાંક મકાનમાં પાણી ઘુસ્યા. 100થી વધુ લોકોનું રેસ્ક્યું, 300નું સ્થળાંતર. ફાયર અને મનપાની ટીમ સ્ટેન્ડ બાય.
પોરબંદર ઉપરવાસના વરસાદને લઈને ખોડિયાર મંદિરના નિજ મંદિરમાં પહોંચ્યા પાણી.કડિયા પ્લોટથી APMC તરફના રસ્તે આવેલું છે ખોડિયાર મંદિર રસ્તા ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તો થયો બંધ.નિજ મંદિર સુધી પાણીમા ગરકાવ.ઉપરવાસના ઓઝત ભાદર સહિત ઘેડ પંથકના પણ પાણી.
ઉનામાં ભારે વરસાદને લઈ 4 મકાન ધરાશાયી. 2 દિવસમાં જર્જરિત 4 મકાન ધરાશાયી.સદનસીબે કોઈ જાનહાની નહીં.ગીર સોમનાથ ઉના બે દીવસથી પડી રહેલ વરસાદ ના પગલે ઊમેજ ગામે ચાર મકાન ધરાશાય.ઊમેજ ગામે ચાર કાચા મકાન ધરાશાય થતા મકાન મા ટ્રેક્ટર ફસાયુ. એક સાથે ચાર મકાન ધરાશાય થતા ગીર પરીવારના લોકો થયા બે ધર.
હળવદના ગોલાસણ ખાતે આવેલા ડેમમાં પાણીની આવક વધી.બ્રાહ્મણી ડેમ 1 માં 1 ફુટ પાણીની આવક. હાલ ડેમની સપાટી 16.95. 27 ફુટે થાય છે બ્રાહ્મણી ડેમ 1 ઓવરફ્લો. બ્રાહ્મણી ડેમમાંથી 4300 હેકટર જમીનમાં પિયત થાય છે. બે દિવસથી છુટા છવાયા વરસાદ બાદ આવક નોંધાઈ નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો.
24 કલાકમાં 37 સેન્ટિમીટર જળ સપાટી વધી.ઉપરવાસમાંથી 35686 ક્યુસેક પાણીની આવક ડેમમાં પાણીની સપાટી 120.37 મીટરે પહોંચી. 1279.37 મિલિયન ક્યુબીક મીટર. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી માં 37 સેન્ટિમીટરનો વધારો થયો છે.
આજે જળસપાટી 120.37 મીટર પર પહોંચી. ઉપરવાસમાં થી પાણીની આવક 35,686ક્યુસેક થઈ. હજી પણ 1200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટી બંધ છે. ડેમ માં કુલ જીવંત જથ્થો 1279.37 મિલિયન ક્યુબીક મીટર.