કોરોના પોઝિટિવ કેસ રાજ્યમાં વધી રહ્યા છે ત્યારે રાજકીય નેતાઓ પણ કોરોનાના કહેરથી બચી નથી શક્યા.બે દિવસ પહેલા બદરૂદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજે માહિતી મળી છે કે, બદરૂદ્દીન શેખની તબિયત લથડી છે.જેથી તેમને વેન્ટીલેટર પર ખસેડવામાં આવ્યા છે. જાણવા મળ્યુ છે કે, બદરૂદ્દીન શેખને હાલમાં શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે.જણાવી દઈએ કે, ખેડાવાલા બાદ બદરૂદ્દીન શેખને કોરોના છે. બદરૂદ્દીન શેખને હોસ્પિટલ ખસેડાયા આવ્યા હતા.
કોરોના પોઝીટીવ કોંગેસ નેતા તબિયત લથડી છે. AMCના પૂર્વ નેતા વિપક્ષ અને કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખની તબિયત લથડી છે.બદરૂદ્દીન શેખને SVP હોસ્પિટલમા વેન્ટીલેટર પર રખાયા છે.બદરુદિનની તબિયતને લઇ ડોકટરો દ્વારા સારવાર વધારાઈ છે.
અમદાવાદમાં કોરોનાના સતત વધતા કેસો વચ્ચે દિવસ-રાત ખડેપગે સેવા આપી રહેલા ડોક્ટર્સ અને નર્સ તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.મહાનગરપાલિકાના અમદાવાદની એલજી હોસ્પિટલના કર્મચારીઓ સહિત કુલ 16 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.એલ.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા 4 ડોક્ટર અને 1 નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને સાથે જ હોસ્પિટલના ડૉક્ટર્સ સહિત કુલ 10 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે..
ઉલ્લેખનીય છે કે,આ પહેલા ગુરુવારે પણ મનપાના આસિસ્ટન્ટ કમિશનર સહિત 5 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.AMTS અને BRTS ફરજ બજાવતા 3 ડ્રાઇવરને પણ કોરોના થયો છે.સાથે આંગણવાડી કાર્યકર,નર્સ, વોર્ડબોય, ઓપરેટર અને ડેટા મેનેજરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આમ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ જ કોરોનાની ચપેટમાં આવતા વહીવટી તંત્રમાં ચિંતા પ્રસરી છે.