By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાના ડરથી થયું: પાકિસ્તાને તરત સ્વીકારી લીધી PM મોદીની વાત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોનાના ડરથી થયું: પાકિસ્તાને તરત સ્વીકારી લીધી PM મોદીની વાત
GeneralNational

કોરોનાના ડરથી થયું: પાકિસ્તાને તરત સ્વીકારી લીધી PM મોદીની વાત

HM News
Last updated: 14/03/2020 11:38 AM
HM News
5 years ago
Share
SHARE

પાકિસ્તાને કહ્યું કે તે સાર્ક દેશોની વીડિયો કોન્ફરન્સવાળી બેઠકમાં સામેલ થશે

નવી દિલ્હી,તા.૧૪:પાકિસ્તાન આમ તો ભારતની કોઈ વાત કયારેય માનતું નથી પરંતુ કોરોનાની દહેશત કહો કે કહેર પરંતુ આ મહામારીએ તેને ભારતની વાત માનવા પર મજબુર કરી દીધુ છે.પાકિસ્તાને પણ કહ્યું કે તે સાર્ક દેશોની વીડિયો કોન્ફરન્સવાળી બેઠકમાં સામેલ થશે. હકીકતમાં આ પગલું નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યું છે અને તેમણે SAARC દેશોના અકિલા પ્રતિનિધિઓને બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે.જેથી કરીને કોરોના વાઈરસને માત આપવા માટે કોઈ રસ્તો કાઢી શકાય.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા આઈશા ફારુકીએ ટ્વીટ કરીને કહ્યું કે વૈશ્વિક અને સ્થાનિક સ્તરે કોરોના વાઈરસ સામે લડવા માટે જે પણ જરૂરિયાત ઊભી થશે પાકિસ્તાન મળીને કરશે.ફારૂકીએ કહ્યું કે અમે અમારા સ્વાસ્થ્ય મંત્રી સાથે વાત કરી છે. તેઓ આ વીડિયો કોન્ફરન્સમાં સામેલ થશે અને કોરોનાને પહોંચી વળવા માટેના ઉપાયો પર ચર્ચા કરશે.અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ ટ્વીટ કરીને SAARC દેશોને આ મામલે એક જૂથ થવાનો પ્રસ્તાવ મૂકયો છે અને કહ્યું છે કે આ મહામારીને પહોંચી વળવા માટે કોઈ ઉપાય શોધવામાં આવે.તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરવાનું પણ સૂચન મૂકયું છે. SAARC દેશોમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ,ભારત, ભૂટાન, નેપાળ, માલદીવ, પાકિસ્તાન અને શ્રીલંકા સામેલ છે. પીએમ મોદીના આ પ્રસ્તાવનું અનેક દેશોએ સ્વાગત પણ કર્યું છે.શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાનના નેતાઓએ વડાપ્રધાનની આ વાતની પ્રશંસા કરી અને કહ્યું કે સાથે મળીને રણનીતિ બનાવવાની જરૂર છે.

થળસર ગામે રાજકીય કિન્નાખોરીથી ઓછુ પાણી અપાતુ હોવાની ફરિયાદ
મોદી સરકાર ખેડૂતોમાં ભરાઈ : પીએમ કિસાન સ્કીમ, કેસીસી અને કૃષિ બજેટના આંકડાઓથી નારાજ ખેડૂતોને મનાવવામાં લાગી
ઇલેક્ટ્રીકની દુકાનો, ફ્લોર મિલો સહિત ઘણી બધી દુકાનોને સરકારે આપી લોકડાઉનમાં છૂટ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ લંબાવાયો
લોકડાઉન ખોલવા સરકાર બનાવી રહી છે માસ્ટર પ્લાન : 17 મે પછી થઈ શકે છે જાહેરાત !
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાનો કહેરઃ ૧૨ દિવસમાં ૧૨ લાખ ટિકિટો કેન્સલઃ રેલ્વેને ૮૫ કરોડ થી વધુનુ નુકશાન
Next Article વેબ સીરીઝમાં અશ્લીલતા ઉપર લગામઃ સરકાર કડક નિયમો લાવી રહી છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up