મુંબઇ તા. 9 : મહારાષ્ટ્ર એ ભારતમાં કોરોનાનું હોટસ્પોટ બની ગયુ છે અને તેમાં મુંબઇમાં રોજ 8-9 હજાર કેસ સામાન્ય બની ગયા છે.તે સમયે રાજય સરકારના તમામ પ્રયાસો છતા લોકોની ભીડ ઘટતી નથી.મુંબઇના દાદર વિસ્તારમાં લોકડાઉનનો અમલ થાય તે પુર્વે લોકોની જબરી ભીડ જોવા મળી હતી અને પોલીસે ઓછા લોકોને પ્રવેશ આપતા ધમાલ મચી ગઇ હતી અને તેથી પોલીસને પણ એકબાજુ થઇ જાવુ પડયુ હતુ.આ વિકએન્ડમાં સવારે 7 થી રાતના 8 સુધી પ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે પરંતુ અહીં પ0 હજારથી વધુ લોકો એકત્ર થયા હતા.

