સુરત :કોરોના વાયરસનાં કેસ ગુજરાત સાથે સુરતમાં પણ વધી રહ્યાં છે.ત્યારે રાંદેર વિસ્તારમાં એક આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ મોત નીપજ્યું હતું.જેથી તંત્ર દ્વારા સમગ્ર વિસ્તરમાં લોકોના સેમ્પલ લેવાતા વુધ એકનો કોરોના લક્ષણ નહિ દેખાવા છતાંય રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જેના કારણે તંત્રમાં ચિંતા ફેલાઈ ગઇ છે.લક્ષણ વગર રિપોર્ટ પોઝિટિવ આવેલા આ કેસમાં સુરત અને ગુજરાતનો પહેલી કેસ માની શકાય છે.
સુરતમાં કોરોનાને લઇને દર્દની સંખ્યા વધી રહી છે ત્યારે અત્યાર સુધીમાં પોઝિટિવ દર્દીની સંખ્યા 24 પર પોહચી છે ત્યારે સુરતનાં અલગ અલગ 3 વિસ્તાર માસ ક્વોરન્ટાઇન જાહેર કરવામાં આવ્યું છે.સુધીમાં કોરોનાને લઇને 4 લોકોના મોત થયા છે.દિવસ પહેલા રાંદેર વિસ્તારમાંના સુલતાનીયા જિમખાના વિસ્તારમાં કોરોના પોઝિટિવ એહસાન પઠાણનો રિપોર્ટ આવ્યા બાદ મોત થયું હતું.જેને લઇને આ વિસ્તરમાં પોઝિટિવ દર્દી સંખ્યા વધી રહી હોવાને લઇને તંત્ર દ્વારા કોમ્યુનિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મરનાર અહેસાન પઠાણ અલ અમીન નામના એપાટ મેન્ટ માં રહેતો હતો ત્યાં વોચમેન તરીકે કામ કરતા હસન પટેલ નામના 68 વર્ષીય વૃદ્ધને કોરોના લક્ષણ નહિ દેખાવા છતાંય તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી હતી.
મરનાર હસન પઠનના સંપર્ક માં આવતા આ વૃદ્ધ વોચમેનમાં આ લક્ષણો દેખાતા તબીબો દ્વારા તેની સારવાર શરુ કરવામાં આવી છે.જોકે, લક્ષણ નહિ દેખાવા છતાંય રિપોર્ટ પોઝિટિવ આવવાનો સુરત તથા ગુજરાતનો પ્રથમ કેસ કહી શકાય છે.