By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાના લોકડાઉન વચ્ચે મફત અનાજ લેવા ઠેર ઠેર લાઈનો લાગી, દુકાનો પર તકરાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કોરોનાના લોકડાઉન વચ્ચે મફત અનાજ લેવા ઠેર ઠેર લાઈનો લાગી, દુકાનો પર તકરાર
AhmedabadGeneralGujarat Now

કોરોનાના લોકડાઉન વચ્ચે મફત અનાજ લેવા ઠેર ઠેર લાઈનો લાગી, દુકાનો પર તકરાર

HM News
Last updated: 01/04/2020 8:31 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોનાના લોકડાઉન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન, લોકોના ટોળા એકઠા થયા
પોલીસને સંયમથી કામ લેવાનો આદેશ હોવાથી ટોળાને છૂટા પાડવામાં લાચાર બની

અમદાવાદ

આજે 1લી એપ્રિલથી રાજ્યના 80 લાખ ગરીબ પરિવારોને સરકારે મફત ઘઉં, ચોખા, દાળ, તેલ તેમજ મીઠું આપવાની જાહેરાત કરી છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની જાહેરાત કરતા તેનું કડક પાલન થાય તે માટે અપીલ કરી હતી જ્યારે આજથી રાજ્યમાં મફત અનાજ વિતરણ શરૂ થતા સવારથી લોકોના ટોળે ટોળા મફત અનાજનો જથ્થો લેવા પહોંચ્યા હતા. કોરોના વાયરસના સંક્રમણ સામેના જંગમાં લોકોને ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે પરંતુ અનાજ વિતરણ વ્યવસ્થામાં જોવા મળેલા છીંડાથી કોરોના મહામારી વધુ ફેલાઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્ય સરકારે ગરીબોને આજથી મફત અનાજનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી. સરકારની જાહેરાતને પગલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરો અને રાજ્યના તાલુકા મથકો તેમજ ગામડાઓમાં વહેલી સવારથી મોટાપાયે જરૂરિયાતમંદો અનાજ લેવા માટે એકત્ર થયા હતા. એકતરફ કોરોના વાયરસમાં સરકાર લોકોને મોટી સંખ્યામાં એકત્ર નહીં થવા અપીલ કરી રહી છે ત્યારે બીજીતરફ સરકારી રાહતનો લાભ લેવા લોકો મોટાપાયે ટોળામાં દુકાનો બહાર એકત્ર થતા લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરાં ઉડતા જોવા મળ્યા હતા.

અમદાવાદના નિકોલ-બાપુનગર, ભૂલાભાઈ પાર્ક, ચાંદલોડિયા, સરસપુર, નરોડા સહિત પૂર્વના વિસ્તારો તેમજ પશ્ચિમમાં પણ જરૂરિયાતમંદ લોકો સવારના છ વાગ્યાથી જાહેર અનાજ વિતરણની દુકાનો બહાર લાઈનો લગાવીને ઉભા હતા. જો કે સસ્તા અનાજની દુકાનોના માલિકોને પણ સરકારની જાહેરાત અંગે સ્પષ્ટતા નહીં હોવાથી અવઢવમાં મુકાયા હતા.

અંત્યોદય કાર્ડ ધારકો તેમજ પીએચએચ કાર્ડ ધારકોને અનાજનો પુરવઠો આપવામાં આવી રહ્યો હતો જ્યારે બીપીએલ કાર્ડ ધારકોને અનાજ આપવાનો ઈનકાર કરાતા કેટલાક સ્થળો પર ઘર્ષણની સ્થિતિ જોવા મળી હતી. કેટલાક સ્થળો ઉપર તો પુરતા પ્રમાણમાં અનાજનો પુરવઠો નહીં હોવાથી લોકોને જે ઉપલબ્ધ હોય તે જ અનાજ આપીને રવાના કરવામાં આવી રહ્યા હતા.

સરકારની જાહેરાત છતા પુરતો અનાજનો જથ્થો નહીં હોવાની બૂમો પડવાથી કેટલાક સ્થળો પર ઉગ્ર ઘર્ષણ પણ થયું હતું. સરકારે 3.20 કરોડ ગરીબોને કોરોના વાયરસના લોકડાઉમાં મદદરૂપ થવા ઘઉં-ચોખા, દાળ, તેલ તેમજ મીઠાનું વિતરણ કરવા જાહેરાત કરી હતી જો કે સરકારની જાહેરાતની અસ્પષ્ટતાને લઈને પીડીએસ વિતરકો પણ મુંઝવણમાં મુકાયા હતા. આ ઉપરાંત કાર્ડ વગરના ગરીબોને પણ અનાજ આપવાની સરકારે જાહેરાત કરી હતી. આ ઉપરાંત કેટલાક સ્થળે લોકોએ કાર્ડ વગર અનાજ આપવા જણાવ્યું હતું પરંતુ પીડીએસ શોપ ધારકોએ કાર્ડ વગરનાને અનાજ 4થી એપ્રિલ પછી આપવાનું કહીને પાછા જતા રહેવા જણાવ્યું હતું જેને પગલે લોકોના ટોળા વળી ગયા હતા. પોલીસને પણ સંયમથી કામગીરી કરવાના આદેશ હોવાથી તેમણે લોકોને લાઈનોમાં એકબીજાથી સલામત અંતર રાખવા વારંવાર અપીલ કરવી પડતી હતી.

સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં પીડીએસ દુકાનો પર લોકો કુંડાળા કરીને સવારથી ઊભા રહી ગયા હતા. મફતમાં અનાજ વિતરણ સામે સરકારની જાહેરાત સામે પણ લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. પુરતો જથ્થો પુરવઠા વિભાગે પહોંચાડ્યો નથી તેવી બૂમો પણ વિતરકો પાડી રહ્યા છે. શહેરોમાં અનેક દુકાનધારકો ફિંગર પ્રિન્ટ પર રાશન આપતા હોવાની પણ ફરિયાદ સામે આવી હતી. નોંધનીય છે કે સરકારે જાહેરાત કરી છે કે બીપીએલ કાર્ડ ધારકો, પી એચ એટ કાર્ડ ધારકોને ફિંગર પ્રિન્ટ વગર સસ્તા અનાજની દુકાનમાં અનાજ આપવાનું છે. પરંતુ કેટલીક દુકાન પર ફિંગર પ્રિન્ટ લઇ અનાજ અપાતા કાર્ડ ધારકોમા રોષ જોવા મળ્યો હતો.

વ્યાજબી ભાવની દુકાનોના વડા પ્રહલાદ મોદીએ પણ સરકારની ટિકા કરી હતી આક્ષેપ કર્યો કે સરકાર કેન્દ્રની સામે વાહવાહી લૂંટવા માટે તાબડતોબ જાહેરાતો કરી દે છે પરંતુ તેઓના દ્વારા પુરતો અનાજનો સ્ટોક ગોડાઉન સુધી પહોંચડવામાં આવ્યો જ નથી. અમદાવાદ સહિતના શહગેરોમાં મીઠું, દાળ અનાજ સહિતનો પુરવઠો ઉપલબ્ધ નહીં હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ હતી.

ઇઝરાઇલના દુશ્મન ઈરાન પર મહેરબાન થયું રશિયા, ઊઠાવ્યું મોટું પગલું – USની પણ વધશે ચિંતા
સુરતમાં BJPના મહિલા કોર્પોરેટરે ઓફિસમાં લાંચ માગી : આપ પાર્ટીએ જારી કર્યો વિડિઓ : જુઓ વિડિઓ
વિશ્વના સૌથી ઝડપી કમ્પ્યૂટરે ઓળખી કોવિડ-૧૯ની દવા
સુરતમાં ડમ્પર ચાલકે મહિલા પોલીસકર્મીને અડફેટે લેતા મોત
કોંગ્રેસના સ્ટિંગ ઓપરેશનનો વિડીયો બનાવટી છે વિડીયો માં દેખાતી વ્યક્તિ પોતે નહીં હોવાનો સોમાભાઈ નો દાવો,કરી તપાસ ની માંગ
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના ષડયંત્રને લઈ દુનિયા સામે ચીનની પોલ ખોલનારી મહિલા ડોક્ટર લાપતા
Next Article ઉત્તર કોરિયા રાજકીય કેદીઓના મૃતદેહોને ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરે છે: પૂર્વ કેદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up