કોરોના વાયરસની રસી આશા કરતા ઘણી જલદી આવી જશે. અમેરિકા સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની મૉડર્ના કોવિડ-19ની રસીનાં ટેસ્ટિંગ પર છેલ્લા કેટલાક સમયથી કામ કરી રહી છે. આ કંપનીએ સોમવારનાં જાહેરાત કરી કે તે રસીને જલદી પાનખરની ઋતુ સુધી સીમિત માત્રામાં બનાવવામાં સફળ રહેશે. કંપનીએ સોમવારનાં યૂએસ સિક્યોરિટી્ઝ એન્ડ એક્સચેંજ કમિશનનાં આ સંબંધમાં ડિસ્કલોઝર રિપોર્ટ રજૂ કર્યો.
2020ની પાનખરમાં આવી શકે છે દવા
રિપોર્ટમાં મૉર્ડનાનાં સીઈઓ સ્ટીફન બેંસેલનાં એ નિવેદનને આધાર બનાવવામાં આવ્યું છે જે તેમણે ગોલ્ડમેન સૈક્સનાં પ્રતિનિધિને આપ્યું. આ નિવેદનમાં બેંસેલે કહ્યું કે, “કૉમર્શિયલ રીતે ઉપલબ્ધ થનારી રસી અત્યારે 12-18 મહિના ઉપલબ્ધ નહીં થઈ શકે, પરંતુ ઇમરજન્સી સ્થિતિ માટે આ રસી કેટલાક લોકો માટે ઉપલબ્ધ થઈ શકે છે જેમાં સંભવત: હેલ્થકેરમાં રહેલા લોકો સામેલ થઈ શકે છે, અને આ 2020ની પાનખરમાં જ શક્ય થઈ શકશે.”
કોવિડ-19 રસી mRNA-1273નાં નામથી વિકસિત કરી રહી છે
કંપની એન્ટી કોવિડ-19 રસી mRNA-1273નાં નામથી વિકસિત કરી રહી છે. આ રસી અમેરિકા સ્થિત વેક્સિન રિસર્ટ સેન્ટર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ફંડ ઇંફેક્શિયસ ડિસીઝ (NIAID)નાં શોધકર્તાઓની રિસર્ચ પર આધારિત છે. રસીની ફેઝ-1 સ્ટડી પર કરવામાં આવેલા કામમાં 16 માર્ચ 2020નાં પહેલા ભાગીદારને આનો ડોઝ આપવામાં આવ્યો.
28 દિવસનાં અંતરમાં ટીકાનાં 2 ડોઝ આપવામાં આવશે
વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો અત્યારે ડોઝનાં સુરક્ષા અને પ્રતિરોધાત્મક પહેલુઓનનું આકલન કરી રહ્યા છે. આ પ્રોગ્રામમમાં એક સ્વસ્થ વ્યક્તિને 28 દિવસનાં અંતરમાં ટીકાનાં 2 ડોઝ આપવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે સ્ટડીમાં 45 સ્વસ્થ વયસ્કોને સામેલ કરવામાં આવશે. તેમને 12 મહિના દેખરેખમાં રાખ્યા બાદ રસીને કોમર્શિયલ રીતે બજારમાં ઉપલબ્ધ કરવામાં આવશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સોમવારનાં જણાવ્યું કે વિશ્વમાં કોવિડ-19 કેસોની સંખ્યા 3 લાખ પાર કરી ગઈ છે.