કોરોનાનાં સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આવામાં લોકો જલ્દીથી જરૂરી સામાન ખરિદી ઘરમાં તેનો સંગ્રહ કરી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદમાં પોલીસે બે લોકોને બટાકાની બોરીઓ લૂટતા તેમની ધરપકડ કરી છે. આરોપીઓનો ઇરાદો બટાકાની ચોરી કરી તેને ઉંચી કિંમતે વેચવાનો હતો.
આ ઘટના એપીએમસી માર્કેટમાં બની. વેજલપુર પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત જાણકારી અનુસાર, દુકાન પર કામ કરનારા ખિમજીભાઇ સરગરા નામના ઇસમ પાસે બે વ્યક્તિ આવ્યા અને માલિક દ્વાકા બે બટાકાની બોરીઓ મંગાવી છે તેમ કહી બે બોરીઓ લઇ ગયા હતા. થોડી વાર બાદ તેઓ ફરીથી ત્યાં આવ્યા હતા અને વધુ બોરીઓ લઇ જવા લાગ્યા હતાં.
હવે ખિમજીભાઇને શંકા ગઇ અને તેમની આરોપીઓ સાથે બોલાચાલી થઇ ગઇ. તેમણે બાદમાં પોલીસ સ્ટેશન જઇ તેના વિશે ફરિયાદ કરી દીધી. પૂંછપરછમાં આરોપીઓએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. આરોપીઓની ઓળખ આશિક મલિક અને અશરફ ખાન પઠાણ તરીકે થઇ છે. તેની યોજના બટાકાને ઉંચા ભાવે વેચવાની હતી.
પોલીસે બંન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમણે રિક્શાને પણ જપ્ત કરી લીધી છે. પોલીસે આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે અને ઘટનાનાં પૂરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે.