કોરોના વાયરસની વેક્સિનને લઇને એક સારા સમાચાર સામે આવ્યા છે.સમાચાર એ છે કે એક દવા જેને ઇબોલાને ખત્મ કરવા માટે બનાવવામાં આવી હતી,તે કોરોના વાયરસનાં દર્દીઓને જલદી ઠીક કરી રહી છે.હવે અમેરિકાનાં વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ દવાની સફળતાથી કોરોનાને હરાવવા માટે આપણને નવી આશાઓ મળી છે. ત્યાં સુધી કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં સલાહકાર ડૉ.એન્થની ફૉસીએ પણ આ દવાની તારીફ કરી છે.
કોરોના દર્દીઓ 31 ટકા ઝડપથી ઠીક થઈ રહ્યા છે
આ દવાનું નામ છે રેમડેસિવિર.આ દવાનાં કારણે કોરોના દર્દીઓ 31 ટકા ઝડપથી ઠીક થઈ રહ્યા છે. ડૉ. એન્થની ફૉસીએ કહ્યું કે આ ઘણી જ જાદુઈ દવા છે. આના કારણે દર્દીઓ જલદીથી ઠીક થવાનો મતલબ છે કે આ દવાનો વધારેમાં વધારે ઉપયોગ કરી શકીએ છીએ.ડૉ. ફાસીએ આ વાત વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની સામે મીડિયામાં કહી છે.અમેરિકાએ કેટલાક દિવસ પહેલા આ દવાનો ક્લિનિકલ ટ્રાયલ શરુ કર્યો હતો જેના પરિણામ હવે સામે આવ્યા છે.
આ દવા વધારે ઝડપથી વાયરસને રોકી શકે છે
ડૉ. ફાસીએ કહ્યું છે કે આંકડા જણાવે છે કે રેમડેસિવિર દવાનો દર્દીઓમાં ઠીક થવાનો સમયમાં ઘણો સ્પષ્ટ, પ્રભાવી અને સકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે.ડૉ.એન્થની ફૉસીએ કહ્યું કે રેમડેસિવિર દવાનો અમેરિકા, યૂરોપ અને એશિયાનાં 68 સ્થાનો પર 1063 લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યો. જેમાં આ જાણકારી સામે આવી છે.આ દવા દર્દીઓને ઠીક કરી શકે છે અને દવા વધારે ઝડપથી વાયરસને રોકી શકે છે.
WHOનાં વરિષ્ઠ અધિકારી માઇકલ રેયાનની બોલતી બંધ
ઉલ્લેખનીય છે કે રેમડેસિવિર ઇબોલાનાં ટ્રાયલમાં ફેલ થઈ ગઈ હતી.આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતુ કે આ દવાની અસર દર્દીઓ પર ઓછી થઈ રહી છે,આ કારગર નથી,પરંતુ હવે આ ક્લિનિકલ ટ્રાયલ બાદ WHOનાં વરિષ્ઠ અધિકારી માઇકલ રેયાન ટિપ્પણી કરવાની ના કહી રહ્યા છે.ડૉ. ફોસીની આ જાહેરાત બાદ આખી દુનિયામાં રાહત અને ખુશીની લહેર દોડી ગઈ છે.આ વાત ત્યારે સામે આવી છે જ્યારે કોરોનાએ 228,239 લોકોનો જીવ લીધો છે અને 32 લાખથી વધારે લોકો આનાથી સંક્રમિત છે.


