નવી દિલ્હી : કોરોના વાયરસના મૂળ અંગે શંકાના ઘેરામાં આવેલા ચીનની હકીકત થોડાક સમયમાં બહાર આવી જશે. કોરોનાના મૂળ અંગેના નવા સ્વરૂપ અંગેની તપાસ મામલે અમેરિકા-બ્રિટન વિશ્વ આરોગ્ય સંગઠન પર દબાણ બનાવી રહ્યા છે.આ તમામ બાબતોની વચ્ચે એક એવો સનસનીખેજ દાવો કરાયો છે કે જે ચીનના નાપાક ઇરાદાની તરફ ઇશારો કરી રહ્યો છે.હવે આ મામલે નવેસરથી તપાસની સ્થિતિ ઊભી થઇ છે.
એક નવા સ્ટડીમાં દાવો કર્યો છે કે કોરોના કુદરતીરીતે જન્મ્યો નથી,પરંતુ તેને વુહાનના લેબમાં જ ચીની વિજ્ઞાનીઓ દ્વારા તૈયાર કરાયો છે.
એક અખબારના અહેવાલ મુજબ, એક નવા અભ્યાસમાં આ દાવો કરાયો છે કે ચીની વિજ્ઞાનીઓએ વુહાન લેબમાં જ કોરોનાને તૈયાર કર્યો છે અને એ પછી આ વાયરસને રિવર્સ-એન્જીનીયરિંગ વર્ઝનથી કવર કરવાનો પ્રયાસ કર્યો છે.જેનાથી એવું લાગે કે કોરોના વાયરસ ચામાચીડિયાથી કુદરતીરીતે વિકાસ પામ્યો છે.
બ્રિટિશ પ્રોફેસર અંગસ ડલ્ગલિશ અને નોર્વેના વિજ્ઞાની ડો. બિર્ગર સોરેનસેને સાથ મળીને અભ્યાસ કર્યો છે.બન્ને આ સ્ટડીમાં લખે છે કે પ્રથમદ્રષ્ટિએ તેમની પાસે એક વર્ષથી પણ વધુ સમયથી ચીનમાં કોરોના વાયરસ પર રેટ્રો-એન્જીનીયરિંગના પૂરાવા છે.પરંતુ તેમની સ્ટડીને અનેક એકેમેડિક્સ અને મુખ્ય જર્નલે અવગણી દીધા છે.
ઉલ્લેખનીય છે કે પ્રોફેસર ડલ્ગલિશ લંડનમાં સેન્ટ જ્યોર્જ યુનિવર્સિટીમાં કેન્સર વિજ્ઞાનના પ્રોફેસર છે અને તેમને એચઆઇવીની રસી બનાવવામાં તેમની સફળતા અંગે માનવામાં આવે છે.બીજી બાજુ નોર્વેના વિજ્ઞાની ડો. સોરેનસેન એક મહામારીના નિષ્ણાત છે અને ઇમ્યુનર કંપનીના વડા છે,જે કોરોનાની રસી તૈયાર કરી રહી છે.તેનું નામ બાયોવૈક-૧૯ છે.આ કંપનીમાં તેમનો શેર પણ છે.
આ સ્ટડીમાં ચીન પર સનસનીખેજ અને હૈરાન કરી દે તેવા આરોપો મુકાયા છે.જેમાં દાવો કરાયો છે કે ચીને વુહાન લેબમાં જાણીજોઇને પ્રયોગથી સંકળાયેલા ડેટાને નષ્ટ કરાયો છે,છુપાવવામાં આવ્યો છે અને તેની સાથે છેડછાડ કરાયો છે.વધુમાં ઉમેરાયું છે કે જે વિજ્ઞાનીઓએ તે અંગે આવાજ ઉઠાવ્યો હતો,તેમને કોમ્યુનિસ્ટ દેશ ચીને ચુપ કરાવી દીધો છે અથવા ગુમ કરી દીધો છે.


