ગુજરાતમાં કોરોના વાયરસની કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગુજરાતમાં વધારે પાંચ કેસ પોઝિટિવ નોંધાતા હવે કુલ 18 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમાંથી ગુજરાતમાં કોરોના વાયરસને કારણે પહેલું મોત થયું છે. સુરતમાં દાખલ એક વ્યક્તિનું કોરોના વાયરસને કારણે મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી તે હોસ્પિટલમાં દાખલ હતા. કોરોના વાયરસને કારણે હવે ભારતમાં કુલ 7 લોકોનાં મોત થયા છે.
સુરતના 67 વર્ષીય વૃદ્ધને ચાર દિવસ પહેલાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. જેને કારણે તેઓ છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. ગઈકાલે તેઓની સ્થિતિ ગંભીર હતી. અને આજે તેઓએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 67 વર્ષીય વૃદ્ધ અસ્થમાની બીમારીથી પણ પીડાતા હતા. આ વૃદ્ધ અઠવાલાઈન્સ વિસ્તારના હતા. અને તેઓ હીરાના વેપારી હતી.