કોરોના વાયરસના કારણે દેશમાં તમામ ઘરેલૂ ઉડાણો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડય મંત્રાલયે આ જાણકારી આપી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, મંગળવાર અડધી રાતથી દેથની તમામ વિમાન ઉડાણો પર રોક લગાવી દેવામાં આવી છે. આ દરમિયાન કાર્ગો સર્વિસ ચાલૂ કહેશે.
તમને જણાવી દઇએ કે, કોરોના વિરૂદ્ધ જંગમાં ભારતીય રેલવેએ મોટૂ પગલું ભર્યું છે. રેલવેએ 31 માર્ટ સુધી માલગાડીને બાકાત કરતા તમામ પેસેન્જર અને મેલ એક્સપ્રેસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેના આ નિર્ણયથી લગભગ 12 હજાર 500 ટ્રેનોનું સંચાલન થંભી ગયું છે. આ સિવાય 500 સબ અર્બન ટ્રેનનાં સંચાલનને પણ રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દુનિયાના સૌથી મોટા રેલ નેટવર્કમાં ગણાતી ભારતીય રેલ હવે થંભી ગઇ છે. ભારત સરકારે કોરોના વાયરસના કારણે તમામ પેસેન્જર ટ્રેનોને બંધ કરી દેવામાં આવી છે. આ ફેંસલો એ માટે લેવામાં આવ્યો છે કે, લોકો એક સાથે ભેગા ન થાય. માત્ર ટ્રેનો જ નહી પરંતુ દિલ્હી-નોઇડા-લખનઉ-મુંબઇ-બેંગલુરૂ-કોલકાતા સહિત જે પણ શહેરોમાં મેટ્રો સર્વિસ છે, જેને પણ બંધ કરી દેવામાં આવી છે.ભારતમાં કોરોના વાયરસ હવે ત્રીજા સ્ટેજે પહોંચી ગયો છે. ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 415 થઇ ગઈ છે જયારે સંપૂર્ણ દેશમાં 7 લોકોના મોત નિપજ્યા છે. ભારત સરકાર કોરોનાને નાથવા માટે શક્ય હોય તેટલા ચુસ્ત પગલાં લઇ રહી છે.
સરકાર દ્વારા દેશના 19 રાજ્યોમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. તમામ વાહન વ્યવહારની સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી છે જયારે સરકાર દ્વારા ડોમેસ્ટિક ફ્લાઇટ પણ બધી જ બંધ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, માત્ર કાર્ગો સેવા જ યથાવત રહેશે. મંગળવારે રાત્રે 12 વાગ્યાથી પ્રાદેશિક ઉડ્ડયન સેવાઓ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં રોજ 6500 જેટલા વિમાન રોજ ઉડતા હોય છે અને દર વર્ષે 144.17 મિલિયન યાત્રીઓ મુસાફરી કરતા હોય છે. મહામારી કોરોના વાયરસના પગલે રેલવે અને હવાઈ એમ બંને સેવાઓ પર સરકાર દ્વારા બ્રેક લગાવી દેવામાં આવ્યો છે.