શંઘાઇ, તા. 29 ડિસેમ્બર : ચીનમાં શરૂઆતના સમયમાં,કોરોનાને લઇને સરકારની નિષ્ફળતાઓની આલોચના કરવા પર સેંસર લગાડવામાં આવ્યો હતો.તેમજ જે ડૉક્ટરોએ સરકારના પ્રયાસો પર સવાલ ઉઠાવ્યા તેમને ધમકાવવામાં આવ્યા હતા,ચીનના વુહાનમાં કોરોના વાયરસનો પહેલો કેસ આવ્યો હતો,તે સમયે લાઇવસ્ટ્રીમ કરી રહેલી મહિલા રિપોર્ટરને 4 વર્ષની સજા ફટકારવામાં આવી છે.ઝાંગ ઝાન નામની આ મહિલા પત્રકાર પર રિપોર્ટિંગ દરમિયાન ઝગડો કરવા અને કોરોનાને લઇ લોકોને ભડકાવવાના આરોપ લગાડી જેલ મોકલવામાં આવી હતી.ફેબ્રુઆરી મહિનામાં સોશિયલ મિડીયા પર તેની રિપોર્ટિંગ અને આર્ટિકલ્સ શેયર થતા સરકારની નજર તેના પર પડી હતી.
શાંઘાઇના કોર્ટની બહાર સમર્થકોની અને અન્ય પત્રકારોની ભીડ જમા થઇ ગઇ હતી પરંતુ પોલિસે તેમને ત્યાથી જતા રહેવા અને કઇ પણ રેકોર્ડ કરવાની મનાઇ ફરમાવી હતી, 37 વર્ષની ઝાંગ ઝાનને શાંઘાઇમાં એક ટૂંકી સુનવણી બાદ સજા સંભળાવવામાં આવી,તેણે ચુકાદાની વિરુદ્ધમાં અપીલ કરવાની વાત પણ કરી હતી.
ઝાંગનુ માનવુ છે કે તેને અભિવ્યક્તિ અને સ્વતંત્રતાના હકનો ઉપયોગ કરવા બદલ હેરાન કરવામાં આવી રહ્યુ છે,ઝાંગે જૂન મહિનામાં ભૂખ હડતાળ પણ કરી હતી અને તબિયત બગડતા પોલિસે તેમને નાકમાં નળી લગાવી જબરદસ્તી ખવડાવ્યુ હતુ.
દુનિયામાં કોરોના વાયરસ ફેલાયો ત્યારથી ચીનને શંકાસ્પદ નજરોથી જોવામાં આવી રહ્યું છે.દુનિયાના તમામ દેશો એક વાત ઉપર સહમત છે કે કોરોના વાયરસનો ફેલાવો ચીનના વુહાન શહેરમાંથી થયો છે. અનેક દેશો આ અંગે ચીનને દોષિત ગણાવી ચુક્યા છે.જે કે ચીન સતત આ આરોપોને નકારી રહ્યું છે.આમ છતા દુનિયા ખઈ જાણે છે કે ચીન શરુઆતથી જ કંઇક છુપાવી રહ્યું છે.આ વાતની સાબિતિ ફરી એક વખત મળી છે.
ચીનું એપીસેન્ટર રહેલ વુહાન શહેરમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો ત્યારે એક મહિલા પત્રકારે લાઇવસ્ટ્રીમ વડે રિપોર્ટિંગ કર્યુ હતું.ચીને આ મહિલા પત્રકારને ચાર વર્ષ જેલની સજા આપી છે.ઝાંગ ઝાંગ નામની આ મહિલા પત્રકારને રિપોર્ટિંગ દરમિયાન ઝગડો કરવા અને કોરોના અંગે લોકોને ઉશ્કેરવાના આરોપમાં સજા કરવામાં આવી છે.
ગત ફેબ્રુઆરી માસમાં જ્યારે કોરોના મહામારી આખી દુનિયામાં ફેલાઇ ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તેની લાઇવ રિપોર્ટ અને લેખ મોટા પ્રમાણમાં શએર થયા,તે વખતે અધિકારીઓનું તેના તરફ ધ્યાન ગયું.સોમવારે સવારે શંઘાઇ શહેરના પુડોંગ ન્યૂ ડિસ્ટ્રિક્ટ પીપલ્સ કોર્ટ બહાર ઝાંગ ઝાંગના સમર્થકો અને વિવિધ દેશના રાજદૂતો એકત્ર થાય હતા.આ બધા લોકો ઝાંગ ઝાંગને સમર્થ આપવા એકત્ર થયા હતા.જો કે પોલિસે આમાંથી એક પણ વ્યક્તિને કોર્ટની અંદર ના જવા દીધા.સાથે જ રિપોર્ટરોને ફોટો અને વીડિયો માટે પણ મનાઇ કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે કોરોના વિશે સૌપ્રથમ નિદાન કરનાર ચીની ડોક્ટરને તો મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.ત્યારે હવે દુનિયાને કોરોના વિશે માહિતિ આપનાર આ પત્રકારને પણ ચીને ચાર વર્ષ જેલની સજા કરી છે.જેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે ચીન દુનિયાથી કંઇક છુપાવવા માંગ છે.
આ સિવાય ઝાંગ એ ચાર પત્રકારોમાંની એક છે જેમની વુહાનમાં કોરોના અંગે રિપોર્ટિંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.આમાથી એક પત્રકાર તો એવો છે કે તેમના વિશે કોઇને માહિતિ નથી.